ભારતમાં અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા આઠ હજારને વટાવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર અત્યાર સુધીમાં આ પ્રકારના આઠ હજાર 209 કેસ નોંધાયેલા જોવા મળી રહ્યા છે.મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રમાણમાં કેસ નોંધાયા છે.તે પછી રાજસ્થાન કર્ણાટક દિલ્હી પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ અને કેરળ આવે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,58,089 નવા કેસ નોંધાયા આ દરમિયાન 1,51,740 કોરોના દર્દીઓ સાજા થયા.તે દરમિયાન 385 લોકોના મોત થયા
ત્રીજા મોજામાં પ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના કેસોમાં 13,113નો ઘટાડો નોંધાયો છે.સક્રિય કેસની સંખ્યા વધીને 16,56,341 થઈ. જીનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ આ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને પૂર્ણ કરવામાં આવી રહી છે.ડ્રગ્સ કોન્ટ્રોલર ઓફ ઇન્ડિયા ની નિષ્ણાત સમિતિ સૂત્રો ના જણાવ્યા અનુસાર ડેટા ની સમીક્ષા કરવા જઈ રહી છે.આ કંપની Omicron માટે રસી બનાવવા જઈ રહી છે.આ માટે MRNA પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.તેની અસરકારકતા અને રોગપ્રતિકારક શક્તિ માટે માનવો પર ટૂંક સમયમાં પરીક્ષણ કરવામાં આવશે.કોરોના રોગચાળા સામે તેની પ્રથમ મેસેન્જર અથવા MRNA રસી હશે અને કંપનીએ તાજેતરમાં ફાર્મા રેગ્યુલેટરને બીજા તબક્કાના ટ્રાયલનો ડેટા સબમિટ કર્યો છે.