મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ-બુલેટ ટ્રેન પહેલાંથી નિર્ધારિત સમયથી વિલંબમાં છે. ભારત સરકારનાં પ્રોગ્રેસ રિપોર્ટમાં 19 ઑગસ્ટ સુધીમાં બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં માત્ર 44 ટકા જ જમીનનું સંપાદન થયું છે. ખેડૂતોનાં વિરોધને કારણે બાકીની 54 ટકા જમીન માટે સંપાદન અત્યંત અઘરું છે. આથી વર્ષ 2022-23 પહેલાં આ પ્રોજેક્ટ પાટા પર ચડે એવી શક્યતા નહીંવત્ હોવાનું કહેવાય છે.
ખેડૂતોનાં વિરોધને કારણે 54 ટકા જમીન માટે સંપાદન બાકી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત-મહારાષ્ટ્રમાં કુલ 1434.40 હેક્ટર જમીનની આવશ્યક્તા છે. જેની સામે ગુજરાતના આઠ જિલ્લામાં 2438 પ્લૉટમાં 329.35 હેક્ટર અને મહારાષ્ટ્રમાં બે જિલ્લામાં 113 પ્લૉટમાં 9.39 હેક્ટર જમીનનું જ સંપાદન થઈ શક્યું છે. મહારાષ્ટ્રમાં માત્ર 36 ટકા જ જમીન ઉપલબ્ધ થયાનું રિપોર્ટમાં જણાવાયું છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ-બુલેટ ટ્રેન પહેલાંથી નિર્ધારિત સમયથી વિલંબમાં છે.