મહારાષ્ટ્રના મુંબઈમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો મુંબઈના કફ પરેડ વિસ્તારનો છે. જ્યાં બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 49 વર્ષીય ડોક્ટરનું મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 3 જૂને સવારે 6.30 વાગ્યે બની હતી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેસ્ટની બસ બધવાર પાર્ક પાસે પહેલાથી પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારે છે. બસને ટક્કર માર્યા બાદ તે બસને કેટલાક મીટર સુધી આગળ ખેંચે છે. આ દર્દનાક અથડામણમાં ડૉ.બલરામ ભગવે બેસ્ટની બસના પૈડા નીચે આવી ગયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
मौत कभी भी आ सकती है. इतनी दर्दनाक मौत पहले नहीं देखी होगी!
हादसा मुंबई के कफ परेड इलाके में हुआ है. हादसे में 49 साल के डॉक्टर की मौत हो गई है.#Accident #RoadAccident #Mumbai #viralvideo pic.twitter.com/WXPi1WTF2p
— Kumar Abhishek (@active_abhi) June 4, 2023