મુંબઇ સેન્ટ્રલ પાસે ચાલી રહેલા મેટ્રોના નિર્માણ કાર્ય દરમિયાન બે બોંબ મળી આવતા ભાગદોડ મચી ગઇ હતી. મેટ્રોનું કામ કરતા શ્રમિકો જ્યારે ખોદકામ કરી રહ્યા હતા. તે સમયે ત્યાં બે બોંબ દેખાતા ગભરાયેલા શ્રમિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બોંબ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી બન્ને બોંબને ડિફ્યુઝ કર્યા હતા અને બાદમાં બન્ને બોંબને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
જોકે આ બોંબ અહીં કેવી રીતે આવ્યા અને કોણ મુકી ગયું તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે સમયસર બોંબને કબજામાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી.