દક્ષિણ મુંબઈમાં એક શાળાના પરિસરમાં એક સગીર છોકરીનો પીછો કરવા અને તેનું યૌન શોષણ કરવા બદલ પોલીસે એક સ્કૂલના પટાવાળાની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે, આ ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 15 વર્ષની સગીર છોકરીના માતા-પિતાએ તેના વર્તનમાં ફેરફાર જોયો અને તેની શાળાનો સંપર્ક કર્યો, જ્યાં તે અભ્યાસ કરે છે.
સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર પટાવાળાની ધરપકડ
5 સપ્ટેમ્બરે, પટાવાળાએ છોકરીને એકલી જોઈ અને કથિત રીતે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. પોલીસ અધિકારીએ કહ્યું કે ત્યારથી તેણે શાળામાં આવવાનું બંધ કરી દીધું હતું. તેમણે કહ્યું કે શાળાએ પાછળથી ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
કોર્ટે આરોપીને 14 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે
પટાવાળાએ કથિત રીતે શાળાના પરિસરમાં વિદ્યાર્થીને ઘણી વખત હેરાન કર્યા હતા. અધિકારીએ કહ્યું કે તેણે યુવતીના મોબાઈલ નંબર પર વીડિયો કોલ પણ કર્યો હતો. પોલીસે શુક્રવારે આરોપી પટાવાળા વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને 14 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.