દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ટોપ પર છે. જોકે, મુંબઈ દિલ્હીના પંથ પર છે એટલે કે પ્રદૂષણ બાબતે તે દિલ્હીને પાછળ છોડી રહ્યું છે. સોમવારે દેશની આર્થિક રાજધાનીમાં મુંબઈ કરતા પણ વધારે પ્રદૂષણ નોંધાતા સરકારની ચિંતામાં વધારો થયો છે.
મુંબઈની હવા દિલ્હી કરતા પણ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે સમુદ્ર પરથી ફૂંકાતી હવાઓની ઝડપ ઓછી થવાથી અને લાખો વાહનોના ધૂમાડાના કારણે દક્ષિણ મુંબઈમાં સોમવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 નોંધાયો હતો. જ્યારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 હતો.
આ આંકડાએ મુંબઈગરાઓની ચિંતા વધારી દીધી છે. અંધેરીમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયો હતો. મુંબઈમાં પ્રદુષણની સાથે-સાથે ગરમી પણ વધી રહી છે.શિયાળો હોવા છતા દિવસનુ તાપમાન 35.2 ડિગ્રી સુધી પહોંચી રહ્યુ છે.
નિષ્ણાતોનું માનવુ છે કે, ઉત્તર પૂર્વ તરફ ગરમ પવન ફૂંકાઈ રહ્યાં છે અને તેના કારણે મુંબઈમાં તાપમાન વધ્યુ છે. 22 નવેમ્બર પછી તાપમાનનો પારો ઘટશે.