યુપીના પીલીભીતમાં જન્મદિવસની પાર્ટી દરમિયાન એક પાપીએ નજીવી બાબતે પિસ્તોલ કાઢીને દલિત યુવકની છાતી પર ગોળી મારી દીધી હતી. યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી યુવકની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીલીભીતના કોતવાલી બિસલપુર વિસ્તારના કરખેડા ગામનો રહેવાસી શિવેન્દ્ર ગૌતમ તેના ભાઈ સંજીવ સાથે ગામના મહેન્દ્ર પાલના ભત્રીજાની બર્થડે પાર્ટીમાં ગયો હતો. આ પાર્ટીમાં તેની ગામના અરુણ ગંગવાર સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી.
વિદ્યાર્થી હથિયારો સાથે સીતાપુર કોલેજ પહોંચ્યો, ગાળો બોલનાર શિક્ષક પર ગોળીઓ ચલાવી
આરોપ છે કે શિવેન્દ્ર પર ગુસ્સે ભરાયેલા અરુણે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરીને તેને અપમાનિત કરવાનું શરૂ કર્યું હતું. શિવેન્દ્રએ વાંધો ઉઠાવતાં અરુણે પિસ્તોલ કાઢી હતી. શિવેન્દ્ર કંઈ સમજે તે પહેલા અરુણે તેની છાતીમાં ગોળી મારી દીધી. ગોળી વાગતાં શિવેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બુલડોઝર પહોંચતા જ છેડતીના આરોપીએ આત્મસમર્પણની આજીજી શરૂ કરી હતી
જન્મદિવસની પાર્ટીમાં અચાનક થયેલા આ ફાયરિંગથી ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. બિસલપુર સર્કલના સીઓએ જણાવ્યું કે શિવેન્દ્રના ભાઈની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓને પકડવા સતત પ્રયાસો કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.