Muslim Law Board વકફ બિલ મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર મુસ્લિમ લો-બોર્ડ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન
Muslim Law Board ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બેનર હેઠળ વક્ફ (સંશોધન) બિલ સામે વિરોધમાં અલગ-અલગ મુસ્લિમ સંગઠનોના પ્રમુખ અને રાજકીય પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતાઓ જંતર-મંતર પર પહોંચ્યા છે. ઝમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહેમૂદ મદની, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ, ઈમરાન મસૂદ અને અસદુદ્દીન ઔવેસી જેવા દિગ્ગજ પણ જંતર-મંતર પહોંચ્યા છે. અને જબરદસ્ત વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.
એઆઈએમપીએલબીના ધરણા પર પ્રતિક્રિયા આપતાં વક્ફ જેપીસી અધ્યક્ષ અને ભાજપ સાંસદ જગદંબિકા પાલે કહૃાું કે, ‘જંતર-મંતરનો વિરોધ, રાજકીય પ્રેરિત છે. આ વિરોધ સુનિયોજીત પ્રકારે કરવામાં આવી રહૃાો છે, જે રાજકીય ઘર્ષણના કારણે છે. વિપક્ષના લોકો તુષ્ટિકરણની રાજનીતિ કરી રહૃાા છે. તેમણે એઆઈએમપીએલબી સવાલ પૂછતા કહૃાું કે, કઈ વાતને લઈને વિરોધ થઈ રહૃાો છે? અમે ૪૨૮ પેજનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો છે. તેમણે રિપોર્ટ વાંચ્યો નથી. કલેક્ટરના મામલે સવાલ કરવો ઠીક નથી.’
જગદંબિકા પાલે દાવો કર્યો કે, આ બિલ ગરીબ મુસ્લિમ અને પસમાંદા મુસ્લિમ માટે છે. જ્યારે બેઠક થઈ રહી હતી તો તેમાં ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતાં, તમામ સ્ટેટ હોલ્ડર સામેલ હતાં, તેમ છતાં વિરોધ કરવો યોગ્ય નથી. આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહૃાું છે. આ કાયદાને લઈને ભ્રમ પેદા કરવામાં આવી રહૃાો છે. દેશના લોકોને ભ્રમિત કરવામાં આવી રહૃાા છે. દેશ અને રાજ્ય કાયદાથી ચાલે છે. ૩૭૦ સમયે પણ લોહીની નદીઓ વહેવાની વાત કરવામાં આવી હતી પરંતુ, જમ્મુ-કાશ્મીરમાં એવું કંઈ ન થયું. ત્રિપલ તલાકના સમયે પણ જંતર-મંતર પર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમ પહેલાંના સંશોધન દેશના ભલા માટે કરવામાં આવ્યા હતાં તેમ વક્ફ પણ દેશના ભલા માટે કરવામાં આવી રહૃાું છે.