વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાનું સંબોધન કરી રહ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઘોષણા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સંદેશને ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા સાંભળી શકે છે. આજે સવારે રાજનાથ સિંહ અને સિતારમન સાથે બેઠક પણ કરી હતી. તેમાં તમામ કેબિનેટ મંત્રીઓ ઉપરાંત સુરક્ષા સમિતીના સભ્યો પણ સામેલ હતાં.
- અમેરિકા,રશિયા અને ચીન બાદ ભારતે આજે અંતરિક્ષમાં અભૂતપૂર્વ સિદ્ધી મેળવી.
- અંતરિતક્ષમાં લો અર્થ ઓરબિટનો લાઈવ સેટેલાઈટનો નાશ કરાયો
- અતંરિક્ષમાં અમેરિકા ,રશિયા અને ચીન પછી સિદ્ધિ મેળવનારો ચોથો દેશ
- ભારતે 3 મિનિટમાં સફળતાપૂર્વક મિશન શક્તિ પાર પાડ્યુ.
- ભારતમાં વિકસિત ASET સેટેલાઇટ દ્વારા મિશન શક્તિ પાર પાડ્યુ.
- પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે ફક્ત ત્રણ મિનિટમાં મિશન શક્તિ ઓપરેશન કર્યું છે.
- તેમણે જણાવ્યું કે ભારતીઓ માટે ગર્વની વાત છે કે મિશન શક્તિએ માત્ર ત્રણ મિનિટમાં મિસાઈલથી સેટેલાઈટનો ખુરદો બોલાવ્યો છે.
- તેમણે તે માટે તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.
- તેમણે જણાવ્યું કે અંતરિક્ષમાં મહા શક્તિ બનનારો ભારત વિશ્વમાં ચોથો દેશ છે.
- ભારત હંમેશા નિતી નિયમમાં માનનારુ છે માટે અમારી આ નવી ટેકનિક કોઈના વિરુદ્ધમા નથી.
- મહત્વપૂર્ણ છે કે આપણે આગળ વધીએ અને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરીએ.
- આપણા જીવનસ્તરમાં સકારાત્મક બદલાવ માટે આધુનિક ટેક્નોલોજી અપનાવી પડશે
- અમે કોઈ પણ શંકા વગર એક સુરક્ષિત ભારતનું નિર્માણ કરીએ. મારે એવું ભારત બનાવવું છે કે જે બે ડગલા આગળનું વિચારીને ચાલી શકે છે