જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે વાતચતી કરી ફટકાર લગાવી છે. ટ્રમ્પે ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે સાવચેતીથી નિવેદન અને કાશ્મીર મુદ્દે તણાવ ઓછો કરવાની પણ સલાહ આપી છે.
ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ કે, મે મારા સારા મિત્ર પીએમ મોદી અને અને પીએમ ઈમરાન ખાન સાથે વેપાર, રણનીતિ અને ખાસ કરીને કાશ્મીરમાં તણાવ મુદ્દે વાતચીત કરી છે. પરિસ્થિતિ કઠીન છે. પરંતુ બન્ને દેશના વડા સાથે સારી રીતે વાત કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પે ઈમરાન ખાન સાથે બીજી વખત વાતચીત કરી છે. શુક્રવારે ઈમરાન ખાને ટ્રમ્પ સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. ગત દિવસે ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થા કરવા માટે તૈયારી દર્શાવી હતી. જોકે, ભારતે અમેરિકાની મધ્યસ્થાને ફગાવી હતી. અને ભારતે જમ્મુ કાશ્મીરનો મુદ્દો આતંરિક ગણાવ્યો હતો.