NEET Paper Leak: જ્યારે દર વર્ષે એક અથવા વધુમાં વધુ બે ટોપર્સ બહાર આવે છે, આ વર્ષે કુલ 67 ટોપર્સ છે. આ તમામને પરફેક્ટ 720 માર્ક્સ મળ્યા છે. આ વખતે ઘણા NEET ટોપર્સ એ જ સેટરમાંથી છે. પરીક્ષા પહેલા ઘણા કેન્દ્રો પર પેપર લીક થયાના સમાચાર હતા. કેટલાક વિદ્યાર્થીઓ કહે છે કે માત્ર ચોક્કસ કેન્દ્રોના વિદ્યાર્થીઓને જ ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે, જ્યારે ઘણા કેન્દ્રોમાં પેપરો મોડા આવ્યા હતા.
68 અને 69માં ક્રમે આવેલા બે વિદ્યાર્થીઓએ 718 અને 719 માર્કસ મેળવ્યા છે.
NEET ની માર્કિંગ સ્કીમ મુજબ આ ગુણ શક્ય નથી. બિહાર પોલીસે NEET પેપર લીક કેસમાં 13 લોકોની ધરપકડ પણ કરી છે. બિહાર પોલીસે એ પણ માહિતી આપી છે કે પેપર લીક કેસને ઇકોનોમિક ઓફેન્સ યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. NTAનું શું કહેવું છે NTAનું કહેવું છે કે કેટલાક કેન્દ્રો પર પેપર મોડા વિતરિત થયા હતા અને સમયની ખોટ ભરપાઈ કરવા માટે તેમણે ગ્રેસ માર્ક્સ આપ્યા છે જેના કારણે કેટલાક ઉમેદવારોને 718 અને 719 માર્કસ મળ્યા છે. NTAએ પેપર લીકના આરોપોને સંપૂર્ણ પાયાવિહોણા ગણાવ્યા છે.