આપણા ઘરની દરેક વસ્તુ વાસ્તુ શાસ્ત્રથી જોડાયેલી છે. કેટલીક વસ્તુઓને શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક અમુક વસ્તુને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કઈં વસ્તું ઘરમાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વસ્તુ એવી હોય છે જે ક્યારેય ઊંઘતી વખતે પાસે ન રાખવી જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
પર્સ- રાત્રે સૂતી વખતે ક્યારેય પર્સ સાથે ન રાખવું. આવું કરવાથી પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ઘડિયાળઃ કોઈ પણ પ્રકારના ગેજેટ જેવા કે ઘડિયાળ, મોબાઈલ ફોન રાખીને ન સૂવું જોઈએ. તેનાથી ખોટો પ્રભાવ પડે છે. રાતે વારંવાર તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. ઊંઘતી વખતે ક્યારે પણ પોતાના પગની પાસે જૂતા-ચપ્પલ ન રાખવા જોઈએ. તેનાથી તમને રાતે ખરાબ સપના આવી શકે છે. મોટાભાગના લોકોની આદત હોય છે કે તોઓ રાતે વાંચતા વાંચતા સૂઈ જાય છે. આવું ન કરવું જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે.
- આપણા ઘરની દરેક વસ્તુ વાસ્તુ શાસ્ત્રથી જોડાયેલી છે. કેટલીક વસ્તુઓને શુભ માનવામાં આવે છે
- રાત્રે સૂતી વખતે ક્યારેય પર્સ સાથે ન રાખવું
- કોઈ પણ પ્રકારના ગેજેટ જેવા કે ઘડિયાળ, મોબાઈલ ફોન રાખીને ન સૂવું જોઈએ