સરકારી ફરજ પરના ડોક્ટરો અને તબીબી પ્રણાલી સાથે જોડાયેલા અન્ય લોકો પર વધતા જતાં હમલાની ઘટનાઓને ધ્યાનમાં લઇને સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે. તેમાં આવી હિંસક ઘટનાઓને સંગીન અને બિન-જામીન પાત્ર ગુનો માનવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. હિંસામાં સંડોવાયેલા લોકોને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
આરોગ્ય મંત્રાલયે હેલ્થકેર સર્વિસ પર્સનલ એન્ડ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ, 2019ના મુસદ્દાને સાર્વજનિક કરતાં, 30 દિવસની અંદર તેના પર સામાન્ય લોકોનાં અભિપ્રાય માંગ્યા છે. ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પિનલ કોડ અથવા આઈપીસી) સાથે સંકળાયેલ આ ડ્રાફ્ટ બિલ કહે છે કે, જે કોઈ પણ સેક્સન-1માં વર્ણવેલી હિંસાનું કૃત્ય કરે છે અને હેલ્થકેર વ્યાવસાયિકને આઈપીસીની કલમ 320 હેઠળ ગંભીર ઇજા થાય અને તેનો દોષ સાબિત થઇ જાય તો ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા અને જો દોષી સાબિત થઇ જાય તો 10 . વર્ષ સુધીની સજા લંબાવી શકાય છે અને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો દંડ લાગશે. તે મહત્તમ 10 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. ‘
નોંધપાત્ર વાત એ છે કે, દર્દીઓના સબંધીઓ દ્વારા ડોકટરો અને હોસ્પિટલમાં તોડફોડની ઘટનાઓ દેશભરમાં સતત વધી રહી છે. આ અંગે તબીબોની દેશવ્યાપી હડતાલ પણ થઈ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) સરકાર દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદા લાવવાનું માંગ કરી રહ્યું છે. હવે જ્યારે નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, તો તમે પણ આ બેઠકના અંત સુધીમાં સરકારને તમારા અભિપ્રાયથી જાગૃત કરી શકો છો.