સોના અને ઝવેરાતમાં કાળાં નાણાંના રોકાણની પ્રવૃતિ ડામવા માટે સોના-ચાંદી તથા અન્ય કીમતી ધાતુઓ તેમ જ હીરા-ઝવેરાતમાં વ્યવહારોની પ્રમાણ-મર્યાદા નિર્ધારિત કરતું નોટિફિકેશન ટૂંક સમયમાં સરકાર બહાર પાડશે એમ કેન્દ્ર સરકારના મહેસૂલ-વિભાગના સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું. હીરા-ઝવેરાતનો ધંધો કરનારાઓને પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એકટની જોગવાઇઓ હેઠળ લાવવા વિશેનો ઓગસ્ટ મહિનાનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હોવાનુ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું.
૨૩ ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા એ ઓર્ડરને કારણે ગૂંચવણ પેદા થઇ હોવાથી અને ઘણી નકારાત્મક લાગણી ફેલાઇ હોવાથી એને રદ કરવાની જરૃર પડી છે, કારણ કે વ્યવહારોનાં સરકારને જાણ કરવા લાયક પ્રમાણ અને મર્યાદા નક્કી કરવામાં આવ્યાં નહોતાં. હસુખ અઢિયાએ જણાવ્યું હતું કે ‘નવેમ્બર મહિનાના અંત સુધીમાં નિકાસકારોનું પેન્ડિંગ રીફન્ડ કિલયર થશે. ત્યાર પછી ય્જી્લાગુ કરતાં પહેલાંની સ્થિતિ સ્થાપવાના જીએસટી કાઉન્સિલના નિર્ણય મુજબ છ મહિના સુધી કોઇ ટેકસ લાગુ કરવામાં નહી આવે’. કરવેરારૃપે એકઠી થયેલી રકમ વિશે હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે ‘જુલાઇ-ઓગસ્ટ મહિના દરમ્યાન ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ (IGST) રૃપે ૬૭,૦૦૦ કરોડ રૃપિયા જમા થયા હતા. એમાંથી ૫૦૦૦ કરોડથી ૧૦,૦૦૦ કરોડ રૃપિયા નિકાસકારોને રીફન્ડરૃપે ચૂકવવાના બાકી છે.
પહેલી એપ્રિલથી શરૃ થયેલા ચાલુ નાણાકીય વર્ષના બાકીના મહિનામાં નિકાસ કરવામાં આવનારા માલ-સામાન પર કોઇ ટેકસ ચૂકવવાનો નહીં રહે અને ય્જી્ ચૂકવી શકાય એ માટે નિકાસકારોને નેશનલ ક્રેડિટ્સ ઉપલબ્ધ કરાવવા માટે ઇ-વોલેટ સર્વિસ લોન્ચ કરવામાં આવશે. એ ઇ-વોલેટ્સમાં જમા થતી ક્રેડિટ્સ ટ્રાન્સફરેબલ રહેશે’.