New Rules From 1 July 2025 આજથી લાગુ 8 નાણા સંબંધિત નવા કાયદાઓ
New Rules From 1 July 2025 ભારતમાં ૧ જુલાઈ, ૨૦૨૫થી ઘણા મહત્વના નિયમોમાં ફેરફાર કરાયો છે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનને સીધો અસર કરે છે. પાન કાર્ડના નિયમોથી લઈને ATM ઉપાડ, ટેક્સ રિટર્ન, ક્રેડિટ કાર્ડ, અને રેલવે ભાડા સુધીમાં ફેરફારો લાગુ કરાયા છે. આવો જાણીએ આજથી લાગુ થયેલા 8 મોટા નિયમો વિશે.
1. પાન કાર્ડ માટે આધાર ફરજિયાત
CBDTના નવા નિયમ મુજબ, હવે પાન કાર્ડ માટે અરજી કરતી વખતે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. તેમજ, પહેલાથી આવેલ પાન કાર્ડ પણ આધાર સાથે 31 ડિસેમ્બર, 2025 સુધી લિંક કરવો ફરજિયાત છે.
2. ATM ઉપાડ ચાર્જમાં વધારો
ICICI અને Axis બેંકો હવે મર્યાદા બાદ ATM ઉપાડ પર ₹23 સુધી ચાર્જ વસૂલે છે.
ICICI બેંક: 5 ફ્રી ઉપાડ પછી ₹23 ચાર્જ
અન્ય બેંક ATM: મેટ્રો માટે 3, નોન-મેટ્રો માટે 5 ફ્રી ટ્રાન્ઝેક્શન
આંતરરાષ્ટ્રીય ઉપાડ: ₹125 અને 3.5% ચલણ ફી
3. આવકવેરા રિટર્નની તારીખમાં ફેરફાર
CBDTએ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. હવે ટેક્સપેયર્સને વધુ 46 દિવસનો સમય મળશે.
4. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચાર્જ
IMPS દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર પર હવે ₹15 ચાર્જ લાગશે (અગાઉ ₹2.5).
CRM મશીન પર મહિને 3 ફ્રી ટ્રાન્ઝેક્શન
પછી ₹150 ચાર્જ
₹1 લાખથી વધુ રોકડ જમા: ₹150 અથવા ₹3.5/₹1000
5. HDFC ક્રેડિટ કાર્ડના નવા નિયમો
ગેમિંગ એપ્સ પર મહિને ₹10,000થી વધુ ખર્ચ પર 1% ફી
વોલેટ લોડિંગ > ₹10,000 : 1% ચાર્જ
3rd Party પેમેન્ટ (Paytm, PhonePe): 1% ફી
6. ગેસ સિલિન્ડર સસ્તા
ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. નવા રેટ આજથી અમલમાં આવ્યા છે, જે ઘરના બજેટ માટે રાહતભર્યા છે.
7. રેલવે ભાડા અને નવા નિયમો
આજથી રેલવે ભાડામાં વધારો થયો છે. ટ્રેન મુસાફરી માટે 3 નવા નિયમો લાગુ થયા છે (વિગત આવતીકાલે જાહેર થવાની સંભાવના).
8. કોલ મની માર્કેટ સમય લંબાયો
RBIએ કોલ મની માર્કેટનું ટ્રેડિંગ ટાઈમ સાંજના ૫થી વધારીને ૭ વાગ્યા સુધી કર્યું છે, જે બેંકોને વધુ સમય આપશે.
આજથી લાગુ થયેલા આ ફેરફારો દરેક નાગરિકના નાણાકીય વ્યવહારો, કરભરણ અને રોજિંદા ખર્ચ પર અસર કરશે. દરેક નિયમને સમજવું અને તદ્દન રીતે અમલમાં લાવવો ખૂબ જરૂરી છે.