કોરોના વાયરસના રોજ રોજ કોરોનાના નવા નવા રૂપ સામે આવી રહ્યા છે. જે ચિંતાની વાત છે. કોરોના વાયરસ પર શોધ કરી રહેવા વૈજ્ઞાનિક હવે આ વાયરસના નવા લક્ષણો વિષે જાણકારી મેળવી છે. ખાંસી, તાવ પછી પગની આંગળી જોઇને પણ કોરોના વિષે જાણકારી મેળવી શકાય છે. કોરોના વાયરસના દર્દીઓના પગના અંગૂઠામાં આ રીતના નવા લક્ષણો જોવા મળ્યા છે.
કોરોના વાયરસ પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોએ આ લક્ષણ સૌથી પહેલા ઇટલીના એક 13 વર્ષના બાળકમાં જોયા હતા. બાળકના પગમાં આવા નિશાન હતા. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ કોઇ કીડી ચટકવાના કારણે થયું હશે. પણ જ્યારે થોડા સમય પછી આ બાળકની તબિયત બગડી તો તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.