NHAI Monsoon Travel Updates NHAI તરફથી ચોમાસા માટે વિશેષ તૈયારી: હાઇવે યાત્રા હવે હશે ટેન્શન ફ્રી
NHAI Monsoon Travel Updates ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પાણી ભરાવા, ભૂસ્ખલન અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. પરંતુ હવે મુસાફરો માટે ખુશખબર છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા હાઇવે યાત્રાને વધુ સુરક્ષિત, સરળ અને તણાવમુક્ત બનાવવા માટે નવી ટેક્નોલોજી અને વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ રહી છે.
મોન્સૂન માટે NHAI ની વિશેષ તૈયારી: ડ્રોન અને સર્વે મિશન શરૂ
માર્ચ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા માટે NHAI સમગ્ર દેશમાં તૈયારીમાં લાગી ગઈ છે.
NHAI હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ડ્રોનના સહારે સરવેઅન્સ કરશે જેથી માર્ગની તિરાડો, પાણી ભરાવાની સ્થિતિ અને કુદરતી વિઘ્નોને તાત્કાલિક ઓળખી શકાય. ઈમરજન્સી પ્રતિસાદ ટીમો પણ તૈનાત કરવામાં આવશે જે જરૂરી સ્થળોએ ઝડપી સમારકામ અને સમસ્યાનું નિવારણ કરશે.
15 દિવસનું વિશેષ અભિયાન શરૂ થયું
NHAI એ 15 દિવસનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે જેમાં વિવિધ હાઇવે સેક્ટરોનું સર્વેક્ષણ, પુલ-કલ્વર્ટના નિરીક્ષણ અને ખતરનાક વિસ્તારોની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સલાહકારો હાઇવેની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે જેથી સમસ્યા પહેલાંથી જ નિવારી શકાય.
મોસમ અનુકૂળ મોબાઇલ એલર્ટ: ‘હાઇવે ટ્રાવેલ એપ’ અને ‘મેઘદૂત’ એપ થશે સહાયક
મુસાફરો માટે સૌથી ઉપયોગી પહેલ એ છે કે હવે NHAI તરફથી AI આધારિત ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રિયલ ટાઇમ મોન્સૂન અપડેટ્સ આપવામાં આવશે.
મેઘદૂત એપ (IMD દ્વારા વિકસિત) અને હાઇવે ટ્રાવેલ એપના માધ્યમથી વાહનચાલકોને મોબાઇલ પર સીધા એલર્ટ મળશે, જેમ કે ક્યાં વરસાદ પડી રહ્યો છે, ક્યાં ભૂસ્ખલનની શક્યતા છે અથવા કઈ જગ્યાએ રસ્તો બંધ છે.
મુસાફરી હવે વધુ સલામત અને ટેન્શન ફ્રી
NHAI દ્વારા લેવામાં આવેલ આ પહેલના પરિણામે ચોમાસામાં મુસાફરી કરવી વધુ સલામત બનશે. રિયલ ટાઇમ માહિતીના આધારે લોકો તેમનો માર્ગ બદલવા, સાવધાની રાખવા અને સમય બચાવવા સક્ષમ બનશે.
આ નવી સિસ્ટમ દેશના લાખો વાહનચાલકો માટે ચોમાસામાં રાહતરૂપ સાબિત થવાની શક્યતા છે.