પ્રખ્યાત રિયાલિટી ટીવી શો રોડીઝમાં ભાગ લેનારી નિહારિકા તિવારીને ઉદયપુરના કન્હૈયાલાલની જેમ ચીરી નાખવાની ધમકીઓ મળી રહી છે. એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને ધમકી આપી છે. વાસ્તવમાં નિહારિકાએ એક વીડિયો પોસ્ટ કરીને ઉદયપુરની ઘટનાની નિંદા કરી હતી. ત્યારથી તેને આવી ધમકીઓ મળવા લાગી હતી.
તમને જણાવી દઈએ કે નિહારિકા તિવારી છત્તીસગઢના દંતેવાડા જિલ્લાની રહેવાસી છે. હાલમાં ઈન્ડોનેશિયામાં છે.
ભિલાઈના એક યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નુપુર શર્માના સમર્થનમાં 22 વર્ષના યુવક રાજા જગતે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ પછી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે યુવકે એફઆઈઆર નોંધાવી છે.
ઉદયપુરની ઘટનાના વિરોધમાં છત્તીસગઢ બંધ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાના વિરોધમાં છત્તીસગઢમાં હિન્દુ સંગઠનોએ શનિવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. બંધના એલાનને પગલે આજે મોટા શહેરોમાં મોટાભાગની દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહી હતી. આવશ્યક સેવાઓને બંધમાંથી બાકાત રાખવામાં આવી હતી. રાજધાની રાયપુર સહિત કેટલાક શહેરોમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને વિવિધ સ્થળોએ જાહેર પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.