નાગપુર: અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ વિશે બોલતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે કહ્યું હતું કે, આ મુશ્કેલ સમય છે અને તે પસાર થઈ જશે. વિદર્ભ ઉદ્યોગ સંગઠનના 65 માં સ્થાપના દિન પર બોલતા નીતિન ગડકરીએ કહ્યું કે, ઓટોમોબાઈલ સેકટરને વધુ ચિંતા કરવાની જરૂર નથી, આ એક મુશ્કેલ સમય છે અને તે પસાર થઈ જશે.
ગડકરીએ જણાવ્યું હતું કે, તેઓ તાજેતરમાં ઓટોમોબાઈલ ઉત્પાદકોને મળ્યા છે. તેણે કહ્યું કે તેઓ કંઈક અસ્વસ્થ લાગ્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું કે, તેમણે ઓટોમોબાઈલ ઉત્પાદકોને સલાહ આપી, ‘આ જીવનચક્ર છે. કેટલીકવાર આમાં ખુશી તો ક્યારેક દુઃખ હોય છે, ક્યારેક તમે સફળ થઓ છો તો ક્યારેક નિષ્ફળ.’