નિર્ભયા કેસના ચારેય દોષીઓને આખરે ફાંસી આપી દેવામાં આવી છે. ચારેય દોષીઓને દિલ્હીની તિહાર જેલમાં 20 માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા છે. ચારેય દોષીઓને ફાંસી પવન જલ્લાદે આપી છે. ચારેયને એક સાથે ફાંસી આપીને પવન જલ્લાદે રેકોર્ડ બનાવી દીધો છે. કારણ કે, આની પહેલા તિહાર જેલમાં એક સાથે ચાર ફાંસી આપવામાં નથી આવી.હકીકતમાં ફાંસી પર લટકાવવા પવન જલ્લાદનું ખાનદાની કામ છે. તેની પહેલાં તેના પિતા અને દાદા પણ ફાંસી આપવાનું કામ કરતાં હતાં પરંતુ એક સાથે ચાર ફાંસી કોઇને આપવામાં નથી આવી. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી આ તરીકે એક પણ ફાંસી આપી ન હતી. તે પોતાના પિતા સાથે ફાંસી આપવા જરૂર જતાં હતાં. નિર્ભયાના ગુનેગારોને શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી. આ કામને અંજામ આપવા માટે પવન જલ્લા પહેલા જ મેરઠથી દિલ્હી પહોંચી ચુક્યો હતો. જો કે તે પહેલાં પણ બે વાર તિહાર આવી ચુક્યો હતો પરંતુ કાનૂની દાવપેચના કારણે ફાંસી ટાળી દેવામાં આવી હતી અને પવન જલ્લાદ બે વાર પરત ફર્યો હતો.તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જલ્લાદે જણાવ્યું હતું કે, ફાંસી ઘરમાં ફાંસી પહેલાં ઇશારામાં શું વાત કરવામાં આવે છે અને તે બાદ કેવી રીતે ફાંસીના ફંદા સુધી દોષીને પહોંચાડવામાં આવે છે.
પવને જણાવ્યું કે ફાંસીની તારીખ નક્કી થતાં જ અમને જેલમાં બોલાવવામાં આવે છે. ફાંસી આપતા પહેલાં બધુ પ્લાન કરવામાં આવે છે કે, કેદીના પગ કેવી રીતે બાંધવાના છે, દોરડુ કેવુ બાંધવાનું છે. ફાંસી આપવાની પ્રક્રિયા વિશે પવન જલ્લાદે જણાવ્યું કે જે સમય નક્કી હોય છે, તેની 15 મિનિટ પહેલા ફાંસી ઘર માટે રવાના થઇ જાય છે. અમે તે સમય સુધી તૈયાર રહીએ છીએ. ફાંસીની તૈયારી કરવામાં પણ એકથી દોઢ કલાક જેટલો સમય લાગે છે.કેદીને બેરકથી ફાંસી ઘરમાં આવવાની પ્રક્રિયા પર પવને જણાવ્યું કે ફાંસી ઘર લાવતા પહેલા કેદીના હાથમાં હથકડી બાંધવામાં આવે છે, નહીં તો હાથોને પાછળથી દોરડા વડે બાંધી દેવામાં આવે છે. બે સિપાહી તેને પકડીને લાવે છે. બેરકથી ફાંસી ઘરના અંતરના આધારે ફાંસીના નિશ્વિત સમય પહેલાં તેને લાવવાનું શરૂ કરવામાં આવે છે.ફાંસી ઘર વિશે વાત કરતાં પવને કહ્યું કે ફાંસી આપતી વખતે 4-5 સિપાહી હોય છે. જે કેદીને ફાંસીના માચડે ઉભા રાખે છે. તે કંઇપણ બોલતા નથી ફક્ત ઇશારાથી કામ થાય છે. તેના માટે એક દિવસ પહેલાં અમે જેલના અધિક્ષક સાથે મીટીંગ કરીએ છીએ. આ ઉપરાંત ફાંસી ઘરમાં જેલ અધિક્ષક, જેલર અને ડોક્ટર પણ ત્યાં હાજર રહે છે. ફાંસી આપતી વખતે ત્યાં હાજર લોકો કંઇ બોલતા નથી, ફક્ત ઇશારાથી કામ થાય છે. તેનું કારણ જણાવતા પવને કહ્યું કે તેનું કારણ એ છે કે કેદી ક્યાંક ડિસ્ટર્બ ન થઇ જાય કે કોઇ નાટક ન કરે તેથી કોઇ કંઇ બોલતુ નથી.