જમ્મૂ-કાશ્મીરમાં ભારે સુરક્ષા વચ્ચે આઝાદ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને આજે શુક્રવારે પણ મોટા ભાગે શાંતિ જોવા મળી રહી છે. આ દરમિયાનમાં જમ્મૂ-કાશ્મીરના મુખ્ય સચિવ બીએસ સુબ્રમણ્યમે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર કર્યું કે કાશ્મીર ખીણમાં ટૂંક સમમાં સ્થિતિ સામાન્ય થઈ જશે અને ધીમ ધીમે તબક્કાવાર પાબંદીઓમાં રાહત આપવામાં આવશે. 12 દિવસમાં એક પણ વ્યક્તિની જાન ગઈ નથી કે કોઈ ઈજા પણ પહોંચી નથી. આજથી કેટલાક વિસ્તારોમાં ટેલિફોન અને લેન્ડ લાઈન સર્વિસ શરૂ કરી દેવામાં આવશે,
તેમણે કહ્યું કે આજે શુક્રવારની નમાઝ બાદ પણ સમગ્ર રાજ્યમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આવનાર દિવસોમાં છૂટછાટમાં વધારો કરવામાં આવશે. સોમવારથી તબક્કાવાર સ્કૂલ પણ શરૂ કરવામાં આવશે. આજે સરકારી ઓફીસો ખૂલી ગઈ છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ હાજર થયા હતા. આજથી કેટલાક વિસ્તારોમાં ફોન સેવા શરૂ કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં બધા જ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. 22માંથી 12 જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન સતત કાશ્મીરમાં માહોલ બગાડવાની કોશીશ કરી રહ્યું છે પણ એ સફળ થશે નહીં. તેમણે લશ્કરે તોયબા અને હિજબુલ મુજાહીદ્દીન જેવા આતંકી સંગઠનોના નામ પણ લીધા હતા. શ્રીનગર એરપોર્ટથી રાત્રી ઉડાન શરૂ કરવામાં આવી છે. ખીણ પ્રદેશમાં માહોલ ન બગડે તેના માટે પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.