8મી ઓગસ્ટના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, નર્મદા, સુરત, જૂનાગઢ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
શનિવારે ઉત્તર ગુજરાતમાં માત્ર અરવલ્લી જિલ્લામાં જ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જો કે, આ વખતે સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસી રહ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે.