બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ટેક્સાસના હ્યુસ્ટન ખાતે યોજાયેલા “હાઉડી મોદી” કાર્યક્રમને ઐતિહાસિક કહ્યો હતો. તેમણે કહ્યું હતું, વડાપ્રધાન મોદીએ એવો માહોલ બનાવ્યો છે કે માત્ર અમેરિકામાં જ નહિ પરંતુ સંપૂર્ણ દુનિયામાં તેમની લહેર ચાલી રહી છે. તેમણે અંગત સંબંધો પણ બનાવ્યા છે. તે પોતાના દેશનું માર્કેટિંગ કરી રહ્યા છે. ઘરથી બહાર જુઓતો દુનિયાને ખબર પડે કે શું ખાસિયત છે જેમકે ખાણીપીણી,ઉતાર ચઢાવ. વડાપ્રધાન મોદીએ જે સ્પીચ આપી છે તેમાં મેચ્યોર માણસની છબી નજરે આવે છે. લોકોએ જે મોદીને પ્રેમ આપ્યો છે તે દેશની 130 કરોડ જનતા માટે હતો. એકદમ રોકસ્ટાર જેવી ફાઈલિંગ હતી. આ પહેલીવાર એવું બન્યું હતું કે કોઈ ખાનગી કાર્યક્રમમાં સીટિંગ પ્રેસિડેન્ટ આવ્યા હોય.
કાશ્મીર મુદ્દે તેમણે વાત કરતા જણાવ્યું હતું, લોકો કહે છે કે તમે વડાપ્રધાન મોદીને પસંદ કરો છો. વડાપ્રધાન મોદી મારા સંબંધી નથી. હું તેમને પસંદ કરું છું કારણકે તેઓ દેશને પસંદ કરે છે. 30 વર્ષમાં લોકોને આવવા ન દીધા તે ત્રાસદાયી છે, ના તો 50 દિવસથી મોબાઈલ બંધ છે. આર્ટિકલ 370 શ્રાપ હતો. વડાપ્રધાન મોદીનો હું આખી જિંદગી આભારી રહીશ કે તેમણે બહાદુરી બતાવી છે.
ટ્રમ્પના નિવેદન “વડાપ્રધાન એક શક્તિશાળી વ્યક્તિ છે” તેના પર તેમણે જણાવ્યું હતું,આ એક મોટી વાત છે. ભારતે એક એવું સ્થાન બનાવ્યું છે જે દરેક લોકો વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ઈચ્છે છે. તેઓ ભારતના વડાપ્રધાન જ નહિ પરંતુ હવે ગ્લોબલ લીડર બની ગયા છે. પાડોશી દેશના વડાપ્રધાનને કહેવું જોઈએ કે તમે પાકિસ્તાન માટે શું કર્યું? કાશ્મીર હવે મુદ્દો નથી રહ્યો। કારણકે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.