આગામી લોકસભાની ચુંટણી અગાઉ ગરીબલક્ષી પગલાનાં ભાગરૂપે સરકાર બજેટમાં શિડયુલ્ડ કાસ્ટ અને શિડયુલ્ડ ટ્રાઇબ માટેના ખર્ચની ફાળવણીમાં તીવ્ર વધારો કરે તેવી શક્યતા છે. નીતિ આયોગે એક યોજના ઘડી છે. જેનાથી એસસી અને એસટી માટેના ખર્ચમાં વધારો કરવામાં આવશે. દેશની કુલ વસ્તીમાં એસસી અને એસટીનો હિસ્સો 25 ટકા કરતાં વધુ છે.
નાણા મંત્રાલયે તમામ મંત્રીઓ અને વિભાગોને જણાવ્યું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં રજૂ થનારા બજેટમાં અનુસુચિત જાતિ અને જનજાતિ માટે ફાળવણી વધારવામાં આવશે. મોટા ભાગના કિસ્સામાં ફાળવણીમાં નોંધપાત્ર વધારો થયો છે જે નીતિ આયોગની ફોમર્યુલા પ્રમાણે છે.
સ્મૃતિ ઇરાનીના નેતૃત્વ હેઠળ કપડા મંત્રાલય એસસી અને એસટી માટેની ફાળવણી અનુક્રમે 52 ટકાથી વધારીને 16 ટકા અને 1.20 ટકાથી વધારીને 8.60 ટકા કરશે તેવી જ રીતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં એસસી માટે ફાળવણી કરવામાંં આવશે.