દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ નાના બાળકોમાં COVID-19 સંક્રમણની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસાર વચ્ચે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે દક્ષિણ આફ્રિકામાં સંક્રમણના કુલ 16,055 કેસ અને 25 મૃત્યુ નોંધાયા હતા.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD)ના ડૉ. વસીલા જસતે શુક્રવારે આરોગ્ય મંત્રાલયની મીડિયા બ્રીફિંગમાં કહ્યું, “હવે આ લહેરની શરૂઆતમાં અમે તમામ વય જૂથોમાં સંક્રમણમાં ખૂબ જ તીવ્ર વધારો જોઈ રહ્યા છીએ, પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આ સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ડો. વસીલા જસતે કહ્યું, “અમે અવલોકન કર્યું છે કે ભૂતકાળમાં બાળકો પર કોરોનાની અસર વધુ ન હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હતી. જોકે, ત્રીજી લહેરમાં પાંચ વર્ષથી ઓછી વયના અને 15થી 19 વર્ષનાં કિશોરોમાં સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાતો હોવાનું જોવા મળી રહ્યો છે.
જો કે, અપેક્ષા મુજબ બાળકોમાં સંક્રમણના કેસ હજુ પણ સૌથી ઓછા છે, પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સંક્રમણ હવે બીજા સ્થાને છે અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. તેથી મોટી સંખ્યાના લોકોમાં વધતા સંક્રમણના આંકડા પણ બીજા નંબરે પહોંચી ગયા છે.
જસતે કહ્યું કે “હવે આપણે જે વલણ જોઈ રહ્યા છીએ તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં હોસ્પિટલમાં દાખલ થવાના નોંધપાત્ર વધારાથી અલગ છે,” જસતે જણાવ્યું હતું. એનઆઈસીડીના ડો. મિશેલ ગ્રોમે જણાવ્યું હતું કે આ ઘટના પાછળના કારણોની તપાસ કરવા માટે વધુ સંશોધન કરવાની જરૂર છે.
તેમને કહ્યું, “આ લહેર હજું શરૂઆતી સ્ટેજમાં છે. આ સ્ટેજ પર તે વર્તમાનમાં નાની ઉંમરના સમૂહોમાં શરૂ થયુ છે અને આપણે આવનારા સપ્તાહમાં આ વય જૂથ પર દેખરેખ રાખીને તેના અંગે વધારે જાણકારી મેળવીશું.” ગ્રોમે કહ્યું, “આપણે હવે બાળકોની હોસ્પિટલોમાં પથારીની સંખ્યા અને તેમની સંભાળ માટે કુશળ કામદારોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ,”