ભારતમાં વિમાનમાં મુસાફરી કરતા અને ભારતની હવાઈ સીમામાંથી પસાર થતા મુસાફરોને હવે વિમાનમાં ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ સેવા ઉપલબ્ધ થઈ શકશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ શુક્રવારે આ અંગેની ભલામણને મંજૂરી આપી દીધી છે. ઈન-ફલાઈટ કનેકિટવિટી(IFC) અંતર્ગત એરલાઈન્સ આ બન્ને સેવા ઉપલબ્ધ કરાવી શકશે.સુરક્ષા સંબંધિત કેટલીક શરતો લાગુ રહેશે. વિમાન ટેક-ઓફ થાય તે ઘડીથી જ મુસાફરોને ઈન્ટરનેટ સેવા મળી શકશે. પર્સનલ ઈલેકટ્રોનિક ડિવાઈસ ફલાઈટ મોડમાં કરી દેવાની રહેશે. વિમાન ૩૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર પહોંચે પછીથી અકીલા મોબાઈલ સેવા પણ મળી શકશે. ટ્રાઈના અધિકારીએ કહ્યું હતું કે આ પૈકી કઈ સેવા આપવી છે અને આપવી છે કે કેમ તેનો નિર્ણય વિમાન કંપનીઓએ કરવાનો છે. વિશ્વની મોટાભાગની એરલાઈન્સ વિમાનમાં વાઈ-ફાઈ સેવા પૂરી પાડે છે. મોબાઈલ સેવા અન્ય મુસાફરો માટે ત્રાસદાયક બની શકે છે. ટ્રાઈએ કહ્યું કે વિમાનમાં આ પ્રકારની સેવા માટે અલગ ‘આઈએફસી સર્વિસ પ્રોવાઈડર’ની અલગ કેટેગરી કરી શકાય છે જેથી ભારતીય એરસ્પેસમાં આ સેવા માટે મંજૂરી મેળવી શકાય. આઈએફસી સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ટેલિકોમ વિભાગની મંજૂરી લેવાની રહેશે. કોઈપણ એરલાઈન્સ આ માટે મંજૂરી મેળવી શકે છે.

FILE - This Oct. 31, 2013 file photo shows a plane passenger checking her cell phone before a flight in Boston. While one government agency considers allowing cellphone calls on passenger planes, another now wants to ban them. The Transportation Department signals that it wants to impose a ban on inflight cellphone calls, just two months after the Federal Communications Commission (FCC) voted to pursue lifting the current ban. The FCC regulates wireless communications, while the transportation department regulates issues affecting airline passengers. (AP Photo/Matt Slocum, File)