જેઈઈ મેઇન પરીક્ષા 1-6 સપ્ટેમ્બરે તથા નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવાશે તથા લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. એડવાઇઝરી અનુસાર આખી પરીક્ષાને ટચ ફ્રી કરી દેવામાં આવી છે. સાથે સાથે ઉમેદવારોને રિપોર્ટિંગ માટે ટાઇમ સ્લોટ પણ આપવામાં આવશે અને તમામ સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓના તાપમાનની પણ ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો દેખાશે તો તેમને આઇસોલેશન રૂમમાં બેસાડીને પરીક્ષા લેવાશે.
Sunday, May 19