Delhi Excise Policy: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને હાલ તિહાર જેલમાં જ રહેવું પડશે. દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને રાહત આપી નથી. કોર્ટે ફરી એકવાર અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. કોર્ટે અરવિંદ કેજરીવાલને 3 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થયા બાદ અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થયા બાદ સીએમ કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. આ મામલામાં આગામી સુનાવણી 3 જુલાઈએ થશે. તમને જણાવી દઈએ કે સીએમ અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ કેસમાં 21 માર્ચે પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી કેજરીવાલ તિહાર જેલમાં કેદ છે.
