આજના સમયમાં જલ્દી ચાર્જ થવાવાળા સ્માર્ટફોન પણ મળવા લાગ્યા છે. ઘણી કંપનીઓ દાવો કરે છે કે તેમનો ફોન અડધી કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે.ઘણા યૂટ્યુબર્સ ફોનની ટેસ્ટીંગ કરે છે તથા જણાવે છે કે અસલમાં ફોન કેટલી મિનિટમાં ચાર્જ થયો.એક વ્યક્તિએ OnePlus 9 Pro સાથે અજીબોગરીબ એક્સપરીમેન્ટ કર્યો. એક વાર તેમણે નોર્મલ ટેમ્પરેચર પર ફોનને ફૂલ ચાર્જ કર્યો અને ત્યાર બાદ ફ્રિઝની અંદર ફોનને ચાર્જ કર્યો.42 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ ગયો ફોન
સૌથી પહેલા નોર્મલ ટેમ્પરેચરમાં ફોનને ચાર્જ કર્યો. ફોન 42.3 મિનિટમાં જ ઝીરોથી 100 ટકા ચાર્જ થઇ ગયો. એટલેકે કંપનીએ જે દાવો કર્યો તે સાચો સાબિત થયો. તેણે ફરી કઈ અલગ અંદાઝથી ફોન ચાર્જ કર્યો.
ફ્રિઝમાં કર્યો ફોન ચાર્જ
પછી તેમણે ફ્રીઝરને 39 ડીગ્રી Fahrenheit કરીને ફોનને ચાર્જ પર લગાવ્યો. ત્યાર બાદ જે થયું તે હેરાન કરવાવાળું હતું. ફોન માત્ર 41 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ ગયો. ત્યાર બાદ તેમણે ફ્રીઝરને 37 ડીગ્રી Fahrenheit કરી ફોનને ચાર્જ કર્યો તો ફોન વધારે જલ્દી ચાર્જ થઇ ગયો. ફોન માત્ર 40 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ ગયો.OnePlus 9 Proને લીક્વીડ નાઈટ્રોજનમાં લગભગ 20 સેકન્ડ સુધી રાખ્યો. ફોન ત્યારે પણ ઓન જ હતો. જેવો બહાર કાઢ્યો, તો ફોન જામી ગયો હતો. તેમને ફરી ચાર્જ પર લગાવ્યો તો સ્ક્રીન ઓન ન થઇ. પરંતુ તેમના અનુસાર, ફોન ચાર્જ થઇ રહયો હતો, પરંતુ થોડી મિનિટો બાદ ફોનની સ્ક્રીન તૂટી ગઈ.