ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બ્રિટનની એક વધુ કંપની ખરીદી લીધી છે. આ કંપની પાસે બ્રિટેનની તે હોટલ અને ગોલ્ફકોર્સ છે જ્યાં જેમ્સ બોન્ડ સીરિઝની બે ફિલ્મોનું શુટિંગ થયું હતું. મુકેશ અંબાણી હવે ધીમે ધીમે હોટલ સેક્ટરમાં પણ પગપેસારો કરી રહ્યા હોય તેમ લાગે છે.મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 593.05 કરોડ રૂપિયા અર્થાત 7.9 કરોડ ડોલરમાં બ્રિટનના સ્ટોક પાર્કને ખરીદી લીધી છે. સ્ટોક પાર્ક બ્રિટેનની કંપની છે જેની પાસે એક હોટલ અને ગોલ્ફ કોર્સ છે. આ હોટલ રિલાયન્સ કન્ઝૂમર અને હોસ્પિટાલિટી એસેટનો હિસ્સો બનશે. સ્ટોક પાર્કમાં જેમ્સ બોન્ડ સિરીઝની બે ફિલ્મોના શૂટિંગ પણ થયા હતા. જેમાં 1964માં ગોલ્ડ ફિંગર અને 1997માં ટુમારો નેવર ડાઈઝ શામેલ છે. આ ઉપરાંત 2001માં બ્રિટેજ જોન્ડ ડાયરી ફિલ્મના સીન પણ આ પાર્કમાં શૂટ થયા છે.
તેમણે બ્રિટનમાં આવેલા ગોલ્ફ રિસોર્ટ અને કંટ્રી ક્લબ સ્ટોક પાર્કને લગભગ 600 કરોડ રુપિયામાં ખરીદી લીધો હોવાના અહેવાલો મળ્યા છે. આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે જાણીતો છે. સ્ટોક પાર્ક રિસોર્ટમાં હોલીવૂડની સંખ્યાબંધ ફિલ્મોના પણ શૂટિંગ થયા છે. આ રિસોર્ટ 300 એકરમાં ફેલાયેલો છે અને અહીંયા રહેવા માટે 49 રુમો છે. ફાઈવ સ્ટાર રિસોર્ટમાં એક એક થી ચઢિયાતી સુવિધાઓ છે. આ પહેલા રિસોર્ટની માલિકી કિંગ પરિવાર પાસે હતી.જે રિસોર્ટને વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી કોઈ કંપનીને શોધી રહ્યા હતા. અગાઉ તેમણે 2019માં પણ બ્રિટનમાં એક ડીલ કરી હતી. જેમાં તેમણે બ્રિટનની 260 વર્ષ જુની ટોય સ્ટોર ચેન હેમ્લિઝને ખરીદી લીધી હતી. એ પછી બ્રિટનમાં તેમની આ બીજી મોટી ડીલ છે.