ઘણી વખત જીવનમાં એવું વાવાઝોડુ આવી જાય છે કે એક જ ક્ષણમાં બધુ જ ખતમ થઈ ગયું હોવાનો અહેસાસ થાય છે. એવું જ કંઈક થયું મહારાષ્ટ્રમાં એક મજૂર સાથે, જેના હજારો રૂપિયા પૂરના પાણીમાં વહી ગયા. આ પૈસા તેમણે દિકરીના લગ્ન માટે જોડી રાખ્યા હતા જે એક જ ઝાટકામાં બરબાદ થઈ ગયા.
વર્ષોથી પોતાની દિકરીના લગ્ન માટે પૈસા જોડી રહ્યા હતા
મજૂરે પોતાનું દુખ જાહેર કરતા જણાવ્યું કે તે વર્ષોથી પોતાની દિકરીના લગ્ન માટે પૈસા જોડી રહ્યા છે. અચાનક આવેલા પૂરમાં તે બધુ ભીનું થઈ ગયું હવે તે તેને રસ્તા પર સુકવવા માટે મજબૂર છે. પૈસા ઉપરાંત લગ્ન માટે ભાગો કરવામાં આવેલો દરકે સામાન પણ પુરના પાણીમાં વહી ગયો.
આ રીતે નોટો સુકવવા મજબૂર બન્યો મજૂરનો પરિવાર
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે મજૂરનો પરિવાર લાચાર થઈને રસ્તા પર બેસીને નોટોને સુકવી રહ્યા છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં પૂર આવી ગયુ છે. વિદર્ભના પૂર પ્રભાવિત નાગપુર, ગઢચિકોલી ભંડારા અને ચંદ્રપુર જિલ્લાના લગભગ 175 ગામોમાં 53,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.