Operation Sindoor : સિંદૂર શું છે? આખુ પાકિસ્તાન Googlingમાં લાગી ગયુ !
Operation Sindoor : પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ મંગળવાર રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાગરિકોમાં ભારે ભય અને અજંપો જોવા મળ્યો છે. આ હુમલાની વિગતો સામે આવતાં જ ત્યાંના લોકો ગૂગલ પર આ ઓપરેશન અને “સિંદૂર” શબ્દ અંગે જાણકારી મેળવવા માટે દોડી રહ્યા છે.
‘સિંદૂર’નું શું અર્થ છે? – પાકિસ્તાનના યુઝર્સ ગુગલ પર જવાબ શોધી રહ્યા છે
ઓપરેશનના નામમાં સમાવાયેલ ‘સિંદૂર’ શબ્દે પાકિસ્તાની નાગરિકોમાં જિજ્ઞાસા જગાવી છે. “ઓપરેશન સિંદૂર શું છે?”, “સિંદૂર એટેક ઈન્ડિયા”, “ઇન્ડિયા ઓપરેશન સિંદૂર”, “સિંદૂર અર્થ”, “સિંદૂર કઈ રીતનો પાવડર છે?” જેવા સર્ચ કીવર્ડ્સ ગૂગલ ટ્રેન્ડ્સમાં ટોચે છે. ઘણા લોકોએ ‘સિંદૂર’ના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને સમજી લેવા માટે ગુગલનો સહારો લીધો છે.
એરસ્ટ્રાઈક, ઈન્ડિયન આર્મી અને આતંકવાદના મુદ્દાઓ પણ સર્ચ ટોપ પર
સિંદૂર ઉપરાંત, પાકિસ્તાની નાગરિકો “ઇન્ડિયા સ્ટ્રાઈક ઓન પાકિસ્તાન”, “ઇન્ડિયન આર્મી પાવર”, “પાકિસ્તાન આર્મી વીક?” જેવા પ્રશ્નો સાથે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. ભારતની આચરાયેલી કાર્યવાહીના પગલે ત્યાં લોકોમાં આતંક અને શંકાનું માહોલ જોવા મળી રહ્યો છે.
ઓપરેશન સિંદૂર વિશે શું જાણવા મળે છે?
મંગળવાર રાત્રે ભારતે પહલગામ હુમલાનો બદલો લિધો. દેશની સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં છુપાયેલા આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા. આ ઓપરેશનમાં દુશ્મનના 9 સ્થળોને ટાર્ગેટ કરીને ત્યાંના માળખાનો નાશ કર્યો હતો. રાફેલ જેટ, મિસાઇલ અને ઘાતક ડ્રોનનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માત્ર આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા અને પાકિસ્તાની સૈનિકો કે લશ્કરી સ્થળોને નુકસાન ન પહોંચે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું.
ન્યાય માટેનું પહેલું પગલું – ભારતીય સેનાની સ્પષ્ટતા
સેનાએ આ કાર્યવાહીને “ન્યાય થયો છે” એવી જાહેરાત સાથે સમાપ્ત કરી. આ ઓપરેશનનું નામ ‘સિંદૂર’ આપીને ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે આતંકને હુમલાનો જવાબ મજબૂતીથી અપાશે. પહલગામમાં થયેલા હુમલામાં મુસાફરોના ધર્મ પૂછીને તેમની હત્યા કરી હતી…જેને લઇને દેશભરમાં રોષ છવાયો હતો.