Operation Sindoor 25 મિનિટમાં 9 આતંકી ઠેકાણાઓનો નાશ, ભારતીય સેનાની સચોટ કામગીરીથી પાકિસ્તાનમાં ખળભળાટ
Operation Sindoor ભારતીય સેનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશની સુરક્ષા સાથે છેડછાડ સહન નહીં થાય. 6-7 મે, 2025ની ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK)ના 9 મહત્વના આતંકવાદી ઠેકાણાઓ પર હમલો કર્યો અને તેમને સફળતાપૂર્વક નષ્ટ કર્યા. આ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 900 જેટલા આતંકવાદીઓ નિશાન બન્યા.
દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશનની વિગત આપી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ઓપરેશન માત્ર 25 મિનિટ ચાલ્યું અને નાગરિકો કે નિર્દોષ લોકોના હકમાં કોઈ નુકસાન ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી. આ લક્ષ્યો વિશ્વસનીય ગુપ્તચર માહિતીના આધારે પસંદ કરવામાં આવ્યા હતા.
આ ઓપરેશન પહેલગામના 22 એપ્રિલના આતંકી હુમલાનો બદલો લેવા માટે હાથ ધરાયું હતું, જેમાં અનેક નિર્દોષ યાત્રાળુઓ ભોગ બન્યા હતા. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ દાયકા દરમિયાન વિકસાવાયેલા આતંકી માળખાને ખતમ કરવાનું ભારતે નક્કી કર્યું છે.
મુઝફ્ફરાબાદમાં આવેલો સવૈનાલા કેમ્પ, સૈયદના બિલાલ કેમ્પ અને કોટલીનો ગુલપુર કેમ્પ જેવા ઠેકાણાઓમાં આતંકવાદી તાલીમ આપવામાં આવતી હતી. આમાંથી કેટલાક કેમ્પ્સના આતંકવાદીઓએ અગાઉ ગુલમર્ગ, સોનમાર્ગ અને પૂંછમાં હુમલાઓ કરેલા છે.
સેનાના જણાવ્યા અનુસાર આ ઓપરેશનમાં ધરાસાય થયેલા કેમ્પ્સ LOCથી લગભગ 30 કિમી અંતરે હતા. ઓપરેશન દરમિયાન આ સ્થાનોને ચોક્કસ મિસાઇલ હુમલાથી નિશાન બનાવવામાં આવ્યા.
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ કાર્યવાહી અંગે સમજૂતી આપી છે અને જણાવ્યું છે કે આ એક જાતે રક્ષણાત્મક પગલું છે જે આતંકવાદને નાબૂદ કરવા માટે જરૂરી હતું.