‘Operation Sindoor’ થી પાકિસ્તાનમાં ખળભળાટ, ખ્વાજા આસિફે તણાવ ખતમ કરવાની વાત કરી
‘Operation Sindoor’ ભારત દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય સેનાએ પહેલગામના ભયાનક આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ પગલાં બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે નરમ વલણ અપનાવતી પ્રતિક્રિયા આપી છે.
ખ્વાજા આસિફે બુધવારે આપેલી એક નિવેદનમાં કહ્યું હતું કે, “જો નવી દિલ્હી શાંતિપૂર્ણ અભિગમ અપનાવે છે, તો પાકિસ્તાન પણ ભારત સાથેનો તણાવ ખતમ કરવા તૈયાર છે.” આ નિવેદન ઓપરેશન સિંદૂર શરૂ થયા બાદ આવ્યુ, જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના તાલીમ કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આસિફે સ્પષ્ટપણે જણાવ્યું કે પાકિસ્તાન કોઈપણ પ્રકારની પહેલી ચડાઈ નહીં કરે, પરંતુ જો તેમના પર હુમલો થશે તો જવાબ આપવો ફરજિયાત થશે. બ્લૂમબર્ગ ટેલિવિઝન સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “અમે છેલ્લા કેટલાક દિવસોથી આ વાત સ્પષ્ટ કરી છે કે (શરૂઆત) આપણી તરફથી નથી થવાની. પરંતુ પોતાની સુરક્ષાની જાળવણી માટે અમે જવાબી પગલાં લેવા મજબૂર થશું.”
વાટાઘાટોની શક્યતા અંગે પૂછવામાં આવતા ખ્વાજા આસિફે જણાવ્યું કે તેમને તે બાબતે કોઈ માહિતી નથી. બીજી તરફ, ભારત સરકાર ઓપરેશન સિંદૂરને આતંકવાદી ધટનાઓનો પગલાંરૂપ જવાબ ગણાવી રહી છે. પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના નાગરિકો ઉપર હુમલાનો મજબૂત અને યોગ્ય જવાબ આપવામાં આવશે.
આવતીકાલે કે દિવસોમાં બંને દેશોની તરફથી રાજકીય અને કૂટનીતિક સ્તરે વધુ નિવેદનો અને પ્રક્રિયાઓ સામે આવી શકે છે. જોકે હાલના સંજોગોમાં પાકિસ્તાની નિવેદન ભારતના દૃઢ અભિગમ સામે નમ્ર અવાજ તરીકે જોવામાં આવી રહ્યો છે.