Operation Sindoor: ભારતીય સેનાએ 9 મોટા આતંકી ઠેકાણાંનો નાશ કર્યો
Operation Sindoor 7 મે, 2025ની સવારે ભારતે આતંકવાદ વિરુદ્ધ એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું. પહેલા પેલગામ હુમલાનો બદલો લેતા, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ નામે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલાઓ કર્યા. આ ઓપરેશનમાં ભારતે માત્ર આતંકવાદી ગઠબંધનના મથકને જ નિશાન બનાવ્યા, અને સંયમ દર્શાવતા પાકિસ્તાની લશ્કરી અડ્ડાઓને અસ્પર્શિત રાખ્યા.
ઓપરેશન સિંદૂર હેઠળ નિશાન બનાવાયેલા મકસદોમાંથી 4 ઠેકાણા જૈશ-એ-મોહમ્મદના, 3 લશ્કર-એ-તૈયબા અને 2 હિઝબુલ મુજાહિદ્દીનના હતા. અભિયાન ખાસ કરીને એવા વિસ્તારો પર કેન્દ્રિત હતું જ્યાંથી ભારતીય જમીન પર હુમલાઓનું આયોજન થતું હતું. આ વિસ્તારમાં મરકઝ સુભાન અલ્લાહ (બહાવલપુર), મરકઝ તૈયબા (મુરીદકે), સરજાલ (તેહરા કલાન), અને સૈયદના બિલાલ કેમ્પ (મુઝફ્ફરાબાદ) જેવા ઘાતક ઠેકાણાઓનો સમાવેશ થાય છે.
હૂમલાની ઘોષણા બાદ, દેશભરમાં દેશભક્તિનો મોજું ફરી વળ્યું. વડા પ્રધાનથી લઈને વિવિધ રાજકીય નેતાઓએ ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “આ દેશમાં રહેતા 140 કરોડ લોકો સેનાની પાછળ ઊભા છે. આપણે આતંકવાદ સામે એક છીએ.” કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાની પોસ્ટમાં કહ્યું, “મને આપણા જવાનો પર ગર્વ છે. જય હિન્દ.”
ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે, આ હુમલાઓના ટાર્ગેટ્સ સામે વિશ્વસનીય ગુપ્તચર માહિતી હતી અને તેઓ પહેલગામના નિર્દય હત્યાકાંડ માટે જવાબદાર હતા, જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિક ભોગ બન્યા હતા.