Operation Sindoor: પાકિસ્તાનને ભારતનો સ્પષ્ટ સંદેશ – ‘હજુ સંપૂર્ણ ચિત્ર બાકી છે’
Operation Sindoor: ભૂજ એરબેઝ પર શુક્રવારના રોજ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારતીય વાયુસેનાના જવાનો સાથે મુલાકાત કરી અને “ઓપરેશન સિંદૂર” અંગે પાકિસ્તાનને સ્પષ્ટ અને ઠોસ સંદેશ આપ્યો. રાજનાથ સિંહે જણાવ્યું કે આ ઓપરેશન હજુ પૂરું થયું નથી અને યોગ્ય સમય પર સમગ્ર ચિત્ર રજુ કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાની શક્તિ પર ભાર
રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરતાં કહ્યું કે આજે ભારતની વાયુસેના એવી સ્થિતિમાં છે કે જ્યાં સરહદ પાર કર્યા વિના દુશ્મનના વિમાનોને નિશાન બનાવી શકે છે. તેમણે જણાવ્યું કે આખી દુનિયાએ જોઈ લીધું છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની ધરતી પર આઠથી નવ આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો છે અને અનેક એરબેઝને પણ નુકસાન પહોંચાડ્યું છે.
‘દિવસે તારા બતાવ્યા’ – બ્રહ્મોસ અને DRDOની ભુમિકા
સંરક્ષણ પ્રધાને DRDO દ્વારા વિકસિત indigenous હથિયાર પ્રણાલીઓની પણ ભારે પ્રશંસા કરી. ખાસ કરીને બ્રહ્મોસ મિસાઇલની વાત કરતા તેમણે કહ્યું કે આ મિસાઇલ એ પાકિસ્તાનને “દિવસે તારા” બતાવ્યા છે. બ્રહ્મોસ ઉપરાંત DRDO દ્વારા વિકસિત ‘આકાશ’ મિસાઇલ સિસ્ટમ અને રડાર ટેકનોલોજી પણ ભારતની સુરક્ષા ક્ષમતા મજબૂત બનાવી રહી છે.
પાકિસ્તાને ભોગવ્યું ભારે નુકસાન
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ઘાટક નુકસાન સહન કર્યું છે. ભારતે પાકિસ્તાનના પાંચ વિમાનોને તોડી પાડ્યા જેમાં બે ફાઈટર જેટ્સનો પણ સમાવેશ થાય છે. આ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ ચુસ્ત અને મજબૂત રણનીતિ અપનાવી હતી.