Operation Sindoor: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો યુ-ટર્ન, ‘ઓપરેશન સિંદૂર’ ટ્રેડમાર્ક અરજી પાછી ખેંચી
Operation Sindoor મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ‘ઓપરેશન સિંદૂર’ ટ્રેડમાર્ક તરીકે નોંધાવાની પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી ભારતીય સેનાની બહાદુરીનું પ્રતિક છે અને રાષ્ટ્રીય ચેતનાથી જોડાયેલું છે, તેથી તેનો વેપારિક ઉપયોગ યોગ્ય નથી.
રિલાયન્સના ફિલ્મ યુનિટ Jio Studios દ્વારા આ અરજી ક્લાસ 41 હેઠળ કરવામાં આવી હતી, જેમાં ફિલ્મ, ટીવી શો અને મનોરંજન સેવાઓ માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. પરંતુ કંપનીએ કહ્યું કે આ અરજી એક જુનિયર અધિકારી દ્વારા અજાણતામાં દાખલ કરવામાં આવી હતી અને કંપનીનું મૂળ ઇરાદું એવું નહોતું.
Media Statement
Reliance Industries has no intention of trademarking Operation Sindoor, a phrase which is now a part of the national consciousness as an evocative symbol of Indian bravery.
Jio Studios, a unit of Reliance Industries, has withdrawn its trademark application,…
— Reliance Industries Limited (@RIL_Updates) May 8, 2025
રિલાયન્સે જણાવ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ એ ભારતની સુરક્ષા દળોની એક ગૌરવસભર છે, જે પહેલગામના આતંકવાદી હુમલાના જવાબમાં અંજામ આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને POKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી 9 ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા.
આ ઘટનાના પછી ‘ઓપરેશન સિંદૂર’ નામ ખૂબ લોકપ્રિય બન્યું હતું અને ટ્રેડમાર્ક માટે અનેક અરજીઓ દાખલ થઈ હતી. જોકે રિલાયન્સે પોતાની અરજી પાછી ખેંચી લેતાં એક મજબૂત સંદેશ આપ્યો છે કે રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલાં નામોને વેપારિક હેતુઓથી દૂર રાખવામાં આવવું જોઈએ.
કંપનીએ કહ્યું કે “ઇન્ડિયા ફર્સ્ટ” એ અમારી મૂલ્યવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે અને રાષ્ટ્રની સશસ્ત્ર દળો માટે અમારું સમર્થન સંપૂર્ણ છે.