‘Operation Sindoor’ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: સેનાની બહાદુર કાર્યવાહી પર દેશ ગર્વ અનુભવે છે
Operation Sindoor ઓપરેશન સિંદૂર’ના સફળ અમલ બાદ દેશભરમાં રાષ્ટ્રીય ગર્વની લાગણી જોવા મળી રહી છે. આ કામગીરી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને પરાક્રમની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર લખ્યું કે, “અમને આપણા સશસ્ત્ર દળો પર ખૂબ જ ગર્વ છે. જય હિન્દ!“
આ પ્રતિક્રિયા પહેલાંગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે હાથ ધરેલા વિશાળ માપના પ્રતિકારાત્મક હુમલાની પૃષ્ઠભૂમિમાં આપવામાં આવી છે. 6 થી 7 મેની મધ્યરાત્રે શરૂ થયેલા આ ઓપરેશન દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર (POK)માં સ્થિત 9 મોટા આતંકવાદી ઠેકાણાઓ પર એક સાથે હુમલાઓ કરી અને તેમને નષ્ટ કર્યા.
નિશાન બનાવાયેલા મુખ્ય સ્થાનો:
1. મરકઝ સુભાન અલ્લાહ, બહાવલપુર – જૈશ
2. મરકઝ તૈયબા, મુરીદકે – લશ્કર
3. સરજાલ, તેહરા કલાન – JeM
4. મેહમૂના ઝોયા, સિયાલકોટ – HM
5. મરકઝ અહલે હદીસ, બરનાલા – લશ્કર
6. મરકઝ અબ્બાસ, કોટલી – જૈશ- રહીલ શાહ, 7.
એચ.એમ.
નાલા કેમ્પ, મુઝફ્ફરાબાદ – લશ્કર
9. સૈયદના બિલાલ કેમ્પ, મુઝફ્ફરાબાદ – JeM
Proud of our Armed Forces. Jai Hind!
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025
ભારતે વિશ્વના તમામ દેશોને જાણ કરી
સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે, ઓપરેશન બાદ ભારતે અમેરિકા, રશિયા, યુએઈ, યુકે અને સાઉદી અરેબિયા સહિતના દેશોને માહિતી આપી છે કે આ કાર્યવાહી માત્ર આતંકવાદ સામે છે, દેશ સામે નહીં. ભારતીય દળો દ્વારા અત્યંત ચોકસાઈથી હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે અને નાગરિક વિસ્તારોને કોઈ નુકસાન થયું નથી.
આ ઓપરેશન વડે ભારતે ફરી એકવાર વિશ્વને સંદેશો આપ્યો છે કે, જ્યારે વાત આતંકવાદ સામે લડાઈની આવે છે, ત્યારે દેશ કોઈપણ નિર્ણય પાછળ ના હટે – ભલે તે આંતરિક હોઈ કે આંતરરાષ્ટ્રીય.