રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વગવાની શરૂઆત થઇ ચુકી છે. તેને જોતા તમામ રાજ્કીય પાર્ટીઓ કમરકસી છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીને લઇ એકશન મોડમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ હજુ પણ નેતાઓની નારાજગીનો દૌર યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ હજુ પણ સુસ્ત અવસ્થામાં જોવા મળી રહી છે. કેટલાક નેતાઓ ચૂંટણી માથે આવી રહી છે નિષક્રિય જોવા મળી રહ્યા છે. દહોદ ખાતે કોંગ્રેસ નવ સંકલ્પ કાર્યક્રમમો કોંગ્રેસના જ સ્થાનિક ધારાસભ્ય ભાવેશ કટારાની ગેરહાજરીથી અનેક તર્ક –વિર્તક થયા છે કોંગ્રેસ કેટલા નેતાઓ અને ધારાસભ્ય છે ચૂંટણી પહેલા અંતર જાળવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. પાર્ટીઓમાં આંતરિક જુથવાદ અને નારાજગીને લઇ ધારાસભ્યને કાર્યક્રમમાં ગેરહાજરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે આ કાર્યક્રમમાં વિધાનસભાના વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા અને સંસાદ નારણ રાઠવા પણ ઉપસ્થિતિ રહ્યા હતા જયાં તેમણે એક જનાસભા પણ સંબોધી હતી ત્યારબાદ પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારે જયારે સાવલ કર્યો કે સ્થાનિક ધારાસભ્ય ગેરહાજર હોવાનુ કારણ શું છે શું આની પાછળ કોઇ નારાજગી?
આ બાબતને લઇ સુખરામ રાઠવાએ જણાવ્યુ હતુ કે ભાવેશ કટારા કોઇ અગત્યના કામથી બહાર હોવાથી ઉપસ્થિતિ રહી શક્યા નથી આને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે શું ભાવેશ કટારાને પાર્ટીના કાર્યક્રમ કરતા પણ વિશેષ કાર્ય થઇ શકે છે.એક બાજૂ ચૂંટણીને લઇ ગણતરીના મહિનો બાકી રહ્યા છે. હજુ પણ કોંગ્રેસ યથાસ્થિતિમાં જોવા મળી રહી છે.