ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક મહત્વના નીતિ વિષયક નિર્ણયના ભાગરૂપે આગામી જૂન – ૨૦૧૯થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ અને કોમર્સના પેપરમાં એમસીક્યુ (મલ્ટિપલ ચોઇસ ક્વેૃન) પદ્ધતિ નાબૂદ કરી મૂળ પદ્ધતિ ફરી લાવવાની દિશામાં કાર્યવાહી આરંભી દીધી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગેનો એક વિધીવત પ્રસ્તાવ તૈયાર કરી રાજ્યના શિક્ષણ વિભાગને અંતિમ મંજૂરી અર્થે મોકલી આપ્યો છે. શિક્ષણ વિભાગની મંજૂરી મળતાં જ તેના અમલીકરણની દિશામાં કાર્યવાહી આગળ ધપાવાશે. માથાના દુઃખાવા રૂપ બનેલી સામુહિક ચોરીઓના કિસ્સા રોકવા આખરે બોર્ડને ફરી આ મૂળ પદ્ધતિ તરફ વળવાની ફરજ પડી છે. હવે નવા શૈક્ષણિક વર્ષમાં આગામી માર્ચ-૨૦૨૦માં યોજાનારી બોર્ડની પરીક્ષા નવી પદ્ધતિ અનુસાર યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે. રાજ્ય સરકાર પણ સેન્ટ્રલ બોર્ડની જેમ ગુજરાતમાં પણ એનસીઈઆરટી આધારિત અભ્યાસક્રમ અને એક્ઝામ પેટર્ન અમલી બનાવવા અંગેની માધ્યમિક શિક્ષણ બોર્ડની દરખાસ્તની દિશામાં હકારાત્મક વિચારી રહી છે. આ અંગે ટૂંકમાં જ નિર્ણય લઈ તેની જાહેરાત કરવામાં આવશે, તેમ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. એક તબક્કે બોર્ડે જૂની પદ્ધતિ આ વર્ષથી જ બંધ કરી નવી પદ્ધતિ અમલમાં મૂકવાની માગ શિક્ષણ આલમમાંથી ઊભી થઈ હતી, પરંતુ વહીવટી કારણોસર તે શક્ય બન્યું ન હતું. માધ્યમિક શિક્ષણ બોર્ડે શિક્ષણ વિભાગને ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ-કોમર્સમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટેકનોલોજી નો અભ્યાસક્રમ અમલી બનાવવા અંગેનું એક પ્રપોઝલ મોકલ્યું છે. હાલની ૭૦-૩૦ના ગુણાંકન ધરાવતી પદ્ધતિમાં વિદ્યાર્થીએ બંને સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ પાર્ટમાં પાસિંગ માટેના ૩૩ ટકા માર્કસ મેળવવા ફરજિયાત હતું. આ બે પૈકી એકપણ વિભાગમાં ૩૩ ટકા માર્કસ ન મળતાં વિદ્યાર્થી નાપાસ જાહેર કરાય છે, પરંતુ હાલની સ્ઝ્રઊ પદ્ધતિ દૂર થઈ ૮૦ માર્ક એક્સટર્નલના તેમજ ૨૦ માર્કના ઇન્ટરનલવાળી સેન્ટ્રલ બોર્ડ આધારિત નવી પદ્ધતિ પણ વિદ્યાર્થીઓ માટે એટલી જ રાહતકારી છે. કેમ કે આ નવી પદ્ધતિમાં વિદ્યાર્થીએ એક્સ્ટર્નલ- ઇન્ટર્નલમાં જે માર્ક મેળવ્યાં હશે તેનું ટોટલ કરી તેના આધારે પાસ-નાપાસ નક્કી કરાશે. બંને પાર્ટમાં ફરજિયાત પાસ થવું જરૂરી નથી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.