સંજય લીલા ભણસાસાલીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી દીધી છે. સીબીએફસીએ રિવ્યુ કમિટી અને એડવાઇઝરી પેનલે જે ત્રણ બાબતો પર વાંધો વ્યક્ત કર્યો હતો તેમાં ફેરફાર કરવા માટે તેઓ તૈયાર છે. 28 ડિસેમ્બરે યોજાયેલી બેઠકમાં કમિટીએ ફિલ્મ અંગે કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બોર્ડનો ઉદ્દેશ ફિલ્મ સાથે સંબંધિત વિવાદને પૂરો કરવાનો હતો. બોર્ડનો ઉદ્દેશ ફિલ્મ સાથે સંબંધિત વિવાદને પૂરો કરવાનો હતો. નિર્માતાઓ સેન્સર બોર્ડ દ્રારા આપવામાં આવેલા સૂચનો અનુસાર ફિલ્મમાં કેટલાંક ફરફાર કરશે તો પિલ્સને પાસ કરી દેવામાં આવશે. જો કે હજુ સુધી સંજયલીલા ભણસાલી દ્રારા આ અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યુ નથી.