Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ ભારતની મોટી કાર્યવાહી: બલુચિસ્તાની ન્યૂઝ પોર્ટલ્સના X એકાઉન્ટ્સ પર પ્રતિબંધ
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ભારતે પાકિસ્તાન સામે દબાણ વધારવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં ભારત સરકારે બે બલુચિસ્તાની ન્યૂઝ પોર્ટલ — બલુચિસ્તાન ટાઈમ્સ અને બલુચિસ્તાન પોસ્ટ —ના X (હવે Twitter) એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ લાદ્યો છે. આ પગલાંને ભારતની સુરક્ષા નીતિમાં મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
પહેલગામ હુમલા પછી ભારતે માત્ર વિદેશી મંચ પર પણ ડિજિટલ જગતમાં પણ પાકિસ્તાનીને રોકવા માટે પગલાં શરૂ કર્યા છે. બલુચિસ્તાની પોર્ટલ્સના એકાઉન્ટ્સ પર પ્રતિબંધનો મુખ્ય હેતુ ભારતવિરોધી પ્રચાર અને ભડકાઉ સામગ્રીને નાબૂદ કરવાનો છે, જે ભારતની આંતરિક શાંતિ માટે ખતરો બની શકે છે.
સરકારના આ નિર્ણયથી પહેલા પણ અનેક પાકિસ્તાની રાજકારણીઓ અને મીડિયાના X એકાઉન્ટ્સ પર ભારતે પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ઇમરાન ખાન, બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો સમાવેશ થાય છે. ખ્વાજા આસિફે તો ખૂલ્લેપરમાણુ હુમલાની ધમકી પણ આપી હતી, જેને કારણે તેમની સામે કાર્યવાહી કરાઈ.
આ ઉપરાંત, ભારતે અગાઉ પાકિસ્તાનની કેટલીક યૂટ્યુબ ચેનલો અને મીડિયા આઉટલેટ્સ પર પણ કાર્યવાહી કરી હતી. ડોન ન્યૂઝ, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, જીઓ ન્યૂઝ જેવી પ્રખ્યાત ચેનલો સહિત, શોએબ અખ્તરની યૂટ્યુબ ચેનલ પણ બ્લોક કરવામાં આવી છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે દેશવિરોધી પ્રવૃત્તિઓને ભારતના મંચ પર પ્રવેશ મળતો નહીં રહે.
પહેલગામ હુમલામાં નિર્દોષ યાત્રીઓના જીવ ગુમાવ્યા બાદ ભારતે આક્રમક વલણ અપનાવ્યું છે. સુરક્ષા એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે અને ભારત સાબિત કરી રહ્યું છે કે આંતકવાદ અને તેના સમર્થકોને કોઈ પણ પ્રકારનો મંચ કે માધ્યમ નહીં મળવા દે.