કાશ્મીરમાંથી કલમ 370 હટતા ગિન્નાયેલ પાકિસ્તાન દરરોજ બેફામ નિવેદનબાજી કરવામાંથી બાજ આવતું નથી. દરરોજ ભારત વિરૂદ્ધ ઝેર ઓકવાનું કામ કરે છે. પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ફરી કાશ્મીરના રોદણા રોતા-રોતા બકવાસ કર્યો છે. શુક્રવારે બાજવાએ કહ્યું કે કાશ્મીર અમારી દુ:ખતી નસ છે. અમે કાશ્મીરી ભાઇ બહેનો માટે છેલ્લી ગોળી, છેલ્લા સિપાહી, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નિભાવા તૈયાર છીએ. એટલે સુધી કહીદીધું કે અમે દરેક પ્રકારની કુર્બાની આપવા માટે તૈયાર છીએ. આ વાત બાજવાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી.
બાજવા એ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદના મુદ્દા પર તેની જવાબદારી વધુ સારી રીતે નિભાવી છે. હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેના ભાગનો હક અદા કરે. અમારું અંતિમ લક્ષ્ય શાંત અને મજબૂત પાકિસ્તાન બનાવવાનું છે. અમે ધીમે ધીમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારી સેના આતંકવાદ અને લડાઇના ખાતમા માટે જીવ આપવામાં પણ ખચકાટ નહિ કરે. આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં આપણા સૈનિકો દિવાલ બનીને ઉભા છે. અમે દુશ્મનની કોઇ પણ યોજનાને નેસ્તનાબૂદ કરી શકીએ છીએ. આવતીકાલ માટે તેઓ કોઇ પણ બલિદાન માટૈ તૈયાર છે. દેશ આ શહીદો-ગાજિઓની કુરબાની યાદ રાખશે.