Pakistan Drone Attack ભારત-પાકિસ્તાન તણાવ: કયા રાજ્યમાં શું બંધ છે અને ક્યાં લાગુ છે કડક પ્રતિબંધો? વિગતવાર જાણો
Pakistan Drone Attack પાકિસ્તાની ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ પછી ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ યથાવત છે. ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા, પરંતુ હુમલાની શક્યતા અને સતત ઊભી રહેલી ચિંતાઓને લઈને દેશના વિવિધ રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અનેક રાજ્યોમાં શાળાઓ, કોલેજો, બજારો બંધ રાખવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર: તમામ શાળાઓ અને કોલેજો બંધ છે. શ્રીનગર એરપોર્ટને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યો છે અને વાયુ સંરક્ષણ બેટરીઓ તૈનાત કરવામાં આવી છે.
દિલ્હી અને હરિયાણા: અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ઈમર્જન્સી સેવાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
રાજસ્થાન: ખાસ કરીને સરહદે આવેલા જિલ્લાઓ જેવી કે જેસલમેર, બાડમેર, બિકાનેર, જોધપુર અને શ્રીગંગાનગરમાં શાળાઓ, કોચિંગ સંસ્થાઓ બંધ છે. બ્લેકઆઉટ અને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાડમેર અને જેસલમેરમાં સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી યાતાયત અને પ્રકાશ પર પ્રતિબંધ છે.
પંજાબ: 8 મેના હુકમ મુજબ રાજ્યભરના શૈક્ષણિક સંસ્થાનો 3 દિવસ માટે બંધ છે. અમૃતસરમાં સાયરન પર ચેતવણી તરીકે લાઈટો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ (ઉના): તણાવને ધ્યાનમાં લઈને શાળાઓ બંધ રાખવામાં આવી છે.
સિરોહી (માઉન્ટ આબુ): બ્લેકઆઉટ માટે આદેશો આપવામાં આવ્યા છે. રાત્રે 8 વાગ્યાથી પ્રકાશ અને અવરજવર પર પ્રતિબંધ છે.
મોહાલી: તમામ સિનેમા હોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. પાવર બેકઅપ વાપરવા પર પણ પ્રતિબંધ છે.
ગુજરાત: 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. સુરક્ષા કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
આ તમામ પગલાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને શાંતિ જળવાય તે હેતુથી લેવામાં આવી રહ્યા છે. સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.