Pakistan પાકિસ્તાને યુદ્ધવિરામનો ઘોર ઉલ્લંઘન કર્યો, ભારતે લીધા કડક પગલાં: વિદેશ મંત્રાલય
Pakistan ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ કરારને માત્ર ચાર કલાકમાં જ પડકારતાં, પાકિસ્તાને શનિવારે સાંજે લાઈનમાં ફરીથી ઉલ્લંઘન કર્યું. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ભારતીય સેના અત્યાર સુધીનો “ઘોર અને અકારણ” ઉલ્લંઘનનો મજબૂત જવાબ આપી રહી છે.
વિદેશ સચિવે કહ્યું,
“અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પરિસ્થિતિની ગંભીરતાને સમજશે અને તરત જ તેની બેનિયમ્તિ અટકાવશે. ભારતીય સેના સંપૂર્ણ દૃઢતાથી અતિક્રમણનો સામનો કરી રહી છે.”
તેમણે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા અનેક પોઇન્ટ્સ પર ગોળીબાર થયો હતો અને કેટલીક જગ્યાઓ પર ડ્રોન હુમલાઓ પણ નોંધાયા છે. આ હુમલાઓમાં સરહદી વિસ્તારના ઘણા નાગરિકોને અસર પહોંચી છે.
યુદ્ધવિરામ માત્ર ચાર કલાક ટક્યું
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો, પરંતુ રાત્રે 9 વાગ્યાની આસપાસ પાકિસ્તાને ફરી ગોળીબાર અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા.
ભારતનો કડક સંદેશો: હવે આતંક એ યુદ્ધ સમાન
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે ભારતે સ્પષ્ટ નક્કી કર્યું છે કે હવે દેશ પર થનારી કોઈપણ આતંકવાદી ઘટના “યુદ્ધ” તરીકે જ ગણાશે અને તે મુજબ જવાબ આપવામાં આવશે. આતંકવાદ સામે નર્મી નીતિ રાખવાને બદલે હવે ભારત દૃઢ અને સક્રિય નીતિ અપનાવશે.
“આજથી એક પણ આતંકી હુમલો ભારત માટે યુદ્ધ ગણાશે, અને જવાબ પણ યુદ્ધના ધોરણે જ અપાશે,” એવું સરકારી સ્તરે જણાવાયું છે.