પાકિસ્તાન હાલ કરતારપુર કોરિડોરનો ઉપયોગ ભારત વિરૂદ્ધ ઝેર ફેલાવવા માટે પણ કરી રહ્યું છે. પોતાના જુઠાણા સાથે પાકિસ્તાને અગાઉ ભિનરાનવાલેના પોસ્ટરો લગાવ્યા હતા ત્યારે હવે એવા અહેવાલો છે કે પાકિસ્તાને કરતારપુરમાં એક બોમ્બ પ્રદર્શનમાં મુક્યો છે.પાકિસ્તાને આ બોમ્બ સાથે દાવો કરતુ એક જુઠુ લખાણ પણ જાહેરમાં બોર્ડ પર મુક્યું છે. આ લખાણમાં પાકિસ્તાને દાવો કર્યો છે કે જે બોમ્બ પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે તે ભારતનો છે અને તેને 1971ના યુદ્ધ સમયે ભારતીય સૈન્યએ ફેક્યો હતો.
પાકિસ્તાને વધુ એક જુઠાણુ ફેલાવતા એવો પણ દાવો કર્યો હતો કે આ બોમ્બ ભારતે 1971ના યુદ્ધ સમયે કરતારપુરના ગુરૂદ્વારાને ઉડાવવા માટે જ ફેક્યો હતો. જોકે શીખોના ધર્મગુરૂએ આ બોમ્બ વિસ્ફોટ થતો અટકાવી લીધો હતો જેથી આ ગુરૂદ્વારા બચી ગયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં યુદ્ધ થયું હતું અને તે સમયે પાકિસ્તાની સૈન્ય સામે જે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેમાં આવા ઇરાદાથી કોઇ જ બોમ્બ ભારતીય સૈન્ય દ્વારા નહોતો ફેકવામાં આવ્યો પણ પાકિસ્તાન એક જુઠી કહાની ઉભી કરીને શીખોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરીને ખાલિસ્તાન ચળવળને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અગાઉ એવા રિપોર્ટ સામે આવી ચુક્યા છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરીને પંજાબમાં આતંકવાદ ફેલાવી શકે છે. ખુદ પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે આ ખુલાસો કર્યો હતો.