પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના વિદેશ મંત્રી, રક્ષા મંત્રી અને ઘણા સૈન્ય અધિકારીઓ સાથે LoCની મુલાકાત લીધી અને ત્યાં જઈને આસપાસનાં ગામલોકો સાથે વાતચીત કરી.
આ પહેલાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવાએ ભારતને યુદ્ધની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લી ગોળી સુધી લડશે. પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું કે, કશ્મીર આજે બળી રહ્યું છે અને અમે છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડશું. પાકિસ્તાની સેના આ માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે, યુદ્ધનાં વાદળ મંડરાઈ રહ્યાં છે, પરંતુ અમે અમને શાંતિની આશા છે.
તેમણે કહ્યું, “કશ્મીરની જનતા ભારતની હિંદુવાદી સરકાર અને ત્યાંની સેનાનાં જુલમોની શિકાર બની રહી છે. ઘાટીમાં ભારત સમર્થિત આતંકવાદ છે. કશ્મીર પાકિસ્તાનનો પૂરેપૂરો એજન્ડા છે અને એ ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને કશ્મીરી લોકોની આશાઓ અનુસાર વિવાદ હલ ન થઈ જાય.”