જમ્મુ-કાશ્મીર મામલે ભારે તણાવ વચ્ચે પાકિસ્તાને પોતાની બેલાસ્ટિક મિસાઈલ ગઝનવીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલની રેંક 290 થી 320 કિલોમીટર છે. તે 700 કિલો વિસ્ફોટક સામગ્રી લઈએ જવામાં સક્ષમ છે. એટલુ જ નહીં આ અગાઉ પાકિસ્તાન ઘોરી અને બાબર જેવી મિસાઈલ લોન્ચ કરી ચુક્યું છે. પણ શુ તમે જાણો છો કે પાકિસ્તાન પોતાની આ મિસાઈલોના નામ કોના પર રાખી રહ્યું છે અને કેમ?
ઈતિહાસ પર નજર કરવામાં આવે તો આ બધા જ એ નામો છે જેમણે ભારત પર આક્રમણ કર્યા. જોકે આ હત્યારાઓએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે પાકિસ્તાન પર ભારતનો જ એક ભાગ હતું. તેમાંથી મોટા ભાગના આક્રમણકારીઓએ પાકિસ્તાનના વિસ્તારોમાં જ પહેલા હુમલા કર્યા હતાં.
હવે આજે પાકિસ્તાન પોતાની મિસાઈલના નામ પણ એ લોકો પરથી જ રાખી રહ્યું છે જેમણે એક સમયે પોતાના જ પૂર્વજોનો નરસંહાર કર્યો હતો અને તેમને ગુલામ બનાવીને તેમના પર રાજ પણ. મહમૂદ ગઝનવી કે જે એક લૂંટારો હતો જેને ઈસ 1026માં 5 હજાર હુમલાખોરો સાથે ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિર પર હુમલા કર્યા હતાં. પાકિસ્તાન આજે એ લુંટારાને જ પોતાનું રાષ્ટ્રીય પ્રતિક માને છે.
મહત્વની વાત એ છે કે દુનિયાભરમાંથી ઉધાર લઈને જેમ તેમ કરીને ગાડી દોડાવી રહેલુ પાકિસ્તાન ગઝનવી જેવા એક લૂંટારના નામે મિસાઈલો બનાવીને ભારતને દેખાડી રહ્યું છે. પરંતુ ભારતના ભાથામાં અનેક એવી અત્યંત શક્તિશાળી અને વિનાશક મિસાઈલો છે જેની સામે ગઝનવીનું ટકવું અશક્ય છે.
કંઈક આવું જ બાબરના નામને લઈને છે. બાબર એક મોંગોલ હતો અને તેણે પણ ભારત પર આક્રમણ કર્યું હતું. તે પણ આજના પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં કત્લેઆમ મચાવીને જ રાજધાની દિલ્હી સુધી પહોંચ્યો હતો. આજે પાકિસ્તાન પોતાના પૂર્વજોના આ હત્યારાને પણ પોતાનો હિરો માની રહ્યું છે અને તેના નામે મિસાઈલો બનાવીને પોતાની જ ફજેતી કરાવી રહ્યું છે.