પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન શુક્રવારનાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુજફ્ફરાબાદમાં જનસભાને સંબોધિત કરશે. પાકિસ્તાને એ જનસભા વિશે આજે જણાવ્યું કે ઇમરાન આ સંબોધન દરમિયાન કાશ્મીર પર પાકિસ્તાનની ‘પૉલિસી સ્ટેટમેન્ટ’ રજૂ કરશે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગુરૂવારનાં મીડિયા સાથે સાપ્તાહિક મુલાકાત દરમિયાન કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું નિરાકરણ લાવવા કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા માનવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, સમજૂતી આંતરરાષ્ટ્રિય કાયદા અંતર્ગત હોવી જોઇએ
PoKની રાજધાનીમાં જાહેર કરશે પૉલિસી સ્ટેટમેન્ટ
ફૈઝલે કહ્યું કે, “કાશ્મીર મધ્યસ્થાની રજૂઆત થઈ હતી, પરંતુ ભારત તૈયાર નથી. અમે આ માટે તૈયાર છીએ. અમારી વિચારેલી નીતિ છે કે વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે.” તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી ઇમરાન ખાન મુજફ્ફરાબાદની રેલીમાં કાશ્મીર પર એક પૉલિસી સ્ટેટમેન્ટનો ખુલાસો કરશે.”
વધુ પગલા ઉઠાવવાની પાકિસ્તાને આપી ચેતવણી
ભારતનું સ્ટેન્ડ છે કે કાશ્મીર તેના અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે અને આમાં ત્રીજા પક્ષની મધ્યસ્થાની કોઈ જરૂર નથી. નવી દિલ્લીએ પાકિસ્તાનને એ પણ સ્પષ્ટ કહ્યું છે કે, “સીમા પારથી આતંકવાદ અને વાતચીત બંને એક સાથે ના થઇ શકે.” પાકિસ્તાની ફૉરેન ઑફિસે કહ્યું કે, “કાશ્મીરી સંઘર્ષની પ્રક્રિયા છે, ના કોઈ ઘટના. અમે કેટલાક પગલા ઉઠાવ્યા છે અને ઘણા બધા પગલા ઉઠાવવાનાં છીએ.”