ભારતીય સેનાએ પાકિસ્તાનના વિમાનને તોડી પાડી કચ્ચરઘાણ કરી નાંખ્યું છે. આર્મી દ્વારા લામ સેક્ટરમાં પાકિસ્તાનનાં એફ-16 વિમાનનો તોડી પાડવામાં આવ્યું છે. વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ અન્ય વિમાનને પાકિસ્તાનની બોર્ડરમાં ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. આર્મીએ પાકિસ્તાનના ત્રણ વિમાનોને ટ્રેસ કર્યા હતા અને ભારતની સરહદમાં ધૂસ્યા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ ભારતીય લશ્કરે આક્રમક કાર્યવાહી કરી હતી.
બુધવારે પાકિસ્તાની જેટે જમ્મૂ-કાશ્મીરના રોજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંધન કરીને ધૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય વિમાનોએ પાકિસ્તાની વિમાનોને ખદેડી મૂક્યા હતા અને પાકિસ્તાની વિમાનોને ભાગવું પડ્યું હતું.
પાકિસ્તાની વિમાનોએ રાજૌરી અને પૂંછ સેક્ટરમાંથી ભાગતી વખતે બોમ્બ ફેંક્યા હતા પરંતુ ભારતીય આર્મીએ જોરદાર જવાબ આપતા પાક.ની હરકત નાકામિયાબ રહી હતી.
પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં એર સ્ટ્રાઈક કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું બની ગયું છે અને સિઝફાયરનું સતત ઉલ્લંઘન કરી રહ્યું છ. એલઓસી પર ફાયરીંગ વચ્ચે ભારતીય સરહદમાં ઘૂસી આવેલા વિમાનોને ભારતીય આર્મીએ ઉભી પૂંછડીએ ભગાડતા આર્મીએ ફરી એક વાક શૌર્યનું કૌશલ બતાવ્યું હતું.
પાકિસ્તાની વિમાનોએ એલઓસીનું ઉલ્લંઘન કરી ચાર જગ્યાએ પેલોડ ફેંક્યા હતા. આ ઘટના બાદ ભારત સરકારે શ્રીનગ એરપોર્ટ પરથી ફ્લાઈટની અવર-જવર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સામાન્ય માણસો માટે રને ત્રણ કલાક સુધી બંધ કરી દેવાયો છે.
સરહદ પર વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો પર મોટી માત્રામાં દવાઓ અને ટ્રીટમેન્ટના સાધનો પહોંચતા કરવામાં આવી રહ્યા છે. તમામ કર્મચારીઓની રજા રદ્ કરી દેવામાં આવી છે. ભારતીય પાયલોટેને માત્ર બે મીનીટમાં સ્ટેન્ડ ટૂ રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. પંજાબમાં પણ કેટલીક જગ્યાએથી વિમાની સેવા બંધ કરવામાં આવી છે. સલામતીના કારણોસર હવાઈ સેવાને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.